ગુડ ન્યૂઝ / ઘર ખરીદનાર લોકો માટે LICની ખાસ ઓફર, નહીં ભરવી પડે હોમ લોનની 6 EMI

LIC housing finance offer 2020 avail home loan waived 6 emi for ready to move home

ઘર ખરીદવાનું સપનું જોઈ રહેલાં લોકો માટે સારાં સમાચાર છે. દેશની જાણીતી હાઉસિંગ ફાઈનાન્સ કંપની LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે વર્ષ 2020 માટે હોમ લોન ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં રેડી ટૂ મૂવ હોમ માટે લોન પર 6 EMI માફ કરી દેવામાં આવશે. આ ઉપરાંત અંડર કન્સ્ટ્રક્શન ઘર અથવા ફ્લેટના લોન પર તમારે ત્યારે પ્રિન્સિપલ રકમની ચૂકવણી કરવાની રહેશે, જ્યારે તમને ઘરનું પઝેશન મળશે. એટલે કે જ્યારે તમે ઘરમાં રહેવા જશો ત્યારે જ તમારે ચૂકવણી કરવી પડશે. હોમ લોન પર વ્યાજદર 8.10 ટકા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ