બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Politics / lic employees strike today against privatisation disinvestment after 2 day bank strike
Dharmishtha
Last Updated: 12:36 PM, 18 March 2021
ADVERTISEMENT
કર્મચારીઓની આ હડતાળ LICના ડિસઈન્વેસ્ટમેન્ટના વિરોધમાં છે
સરકારના ખાનગીકરણના પગલાના વિરોધમાં બેંકના કર્મચારીઓ બાદ હવે ભારતીય જીવન વીમા નિગમ (LIC) કર્મચારીઓ પણ સ્ટ્રાઈક કરી રહ્યા છે. ગુરુવારે LIC કર્મચારી કામકાજ બંધ કરી હડતાળ પર છે. કર્મચારીઓની આ હડતાળ LICના ડિસઈન્વેસ્ટમેન્ટના વિરોધમાં છે. ઉલ્લેખનીય છે કે સરકારે એલઆઈસીની કેટલીક ભાગીદારી વેચવા માટે આઈપીઓ લાવવાનું એલાન કર્યુ છે.
ADVERTISEMENT
એલઆઈસીનો આઈપીઓ આવશે
સામાન્ય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ લાવવામાં આવશે. સરકારે પીએસયુ અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશનમાં ભાગીદારી વેચીને 1.75 લાખ કરોડ રુપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 2 પબ્લિક સેક્ટર બેન્ક અને એક જનરલ ઈંશ્યોરન્સ કંપનીનું નાણા વર્ષ 2021-22માં સરકાર ખાનગીકરણ કરશે.
બેંકોના લાખો કર્મચારીઓએ 15 તથા 16 માર્ચના દિવસે કરી હતી હડતાળ
આ પહેલા સાર્વજનિક સેક્ટરની બેંકોના લાખો કર્મચારીઓએ 15 તથા 16 માર્ચના દિવસે હડતાળ કરી હતી. સ્ટ્રાઈક કરનાવા યુનિયને ચેતવણી આપી હતી કે સરકાર જો તેમનું નહીં માને તો ખેડૂત આંદોલન જેટલું મોટું આંદોલન અને અનિશ્ચિત સમય સુધી હડતાળ કરી શકે છે.
ખાનગીકરણનું બેંક કર્મચારી યુનિયનનો સતત વિરોધ થઈ રહ્યો છે. સરકારએ આઈડીબીઆઈ બેંકનું પહેલા જ ખાનગીકરણ કરી દીધું છે. હડતાળી કર્મચારીઓએ દેશના વિભિન્ન શહેરોમાં ધરણા અને પ્રદર્શન પણ કર્યુ અને કહ્યું જો સરકાર તેમની વાત નથી માનતી તો તે ખેડૂત આંદોલનની જેમ અનિશ્ચિત કાળ સુધી સ્ટ્રાઈક કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.