બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:17 PM, 14 October 2021
ADVERTISEMENT
વીમો ચાહે લાઈફનો હોય કે પછી બિમારીનો તે હવે ખરાબ સમયની જરૂરીયાત બની ગયો છે. સામાન્ય માણસ ગરીબ હોય કે અમીર, કોરોના કાળમાં ઈન્શ્યોરન્સનું મહત્વ સારી રીતે સમજી ગયો છે.
કોઈ પણ દુર્ઘટના અથવા મહામારીના કારણે એખ ગરબી પરિવારને વધારે મુશ્કેલીઓનો સામવો કરવો પડે છે. તેના માટે સરકારે ઘણા પ્રકારની વીમા યોજનાઓની શરૂઆત કરી છે.
ADVERTISEMENT
એક આવી જ યોજના છે આલઆઈસી આમ આદમી વીમા યોજના (LIC Aam Aadmi Bima Scheme). LICની આમ આદમી યોજના ગ્રામીણ વિસ્તારના એવા લોકો માટે શરૂ કરવામાં આવી છે. જેમની પાસે ખેતીની જમીન નથી. મેહનત-મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે.આવા લોકોમાં માછીમાર, રિક્ષા ચાલક, ઈંટ-ભઠ્ઠા મજૂર વગેરેને વીમાનો ફાયદો આપવા માટે શામેલ કરવામાં આવ્યા છે.
LIC આમ આદમી વીમા સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં વર્ષમાં બસ એક વખત પ્રીમિયમ ભરવાનું હોય છે અને આખુ વર્ષ વીમા કવર મળે છે. આમ આદમી વીમા સ્કીમમાં 48 પ્રકારના વ્યવસાયોમાં કામ કરનાર મજૂરોને ફાયદો આપવામાં આવે છે. આ વીમા પોલિસીના ઘણા ફાયદા છે.
મૃત્યુ અને દુર્ઘટના વીમા
LIC આમ આદમી વીમામાં રોકાણ કરનાર લોકોને જીવન વીમા કવરેજ તો મળે છે. સાથે જ તેમના પરિવારના મુખિયાની પ્રાકૃતિક કારણોસર મોત થવા પર અથવા દુર્ઘટનાના કારણે સ્થાયી અથવા આંશિક વિકલાંગતા આવવા પર પરિવારને ઈન્શ્યોરન્સ કરવ મળે છે.
કોણ કરાવી શકે છે વીમો અને શું છે પ્રીમિયમ
LIC આમ આદમી વીમા સ્કીમમાં વીમા કવરેજ લેવા માટે ઉંમર 18થી 59 વર્ષની વચ્ચે હોય છે. સ્કીમ માટે અરજી કરતી વખતે નોમિનીની જાણકારી ભરવી જરૂરી છે. આ સ્કીમ હેઠળ વાર્ષિક 200 રૂપિયા પ્રીમિયમ આપવામાં આવે છે. આ વીમા યોજનાનો આધાર પ્રીમિયમ રાજ્ય સરકાર વહન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર, 1000 પોઈન્ટનો કડાકો, જાણો કારણ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.