less vitamin b complex in body can be harmful for heart
હેલ્થ /
વિટામિન બી કોમ્પ્લેક્સની ઉણપથી થઈ શકે છે આ ગંભીર બીમારી, જોવા મળે આવા લક્ષણો તો થઈ જજો સાવચેત
Team VTV04:33 PM, 08 Oct 22
| Updated: 04:51 PM, 08 Oct 22
શરીરમાં વિટામિન બી કોમ્પ્લેક્સની ઉણપના કારણે હૃદય રોગનો ખતરો વધી જાય છે. જાણો બીજા કયા કયા કારણોને લીધે હૃદય રોગ થાય છે.
વિટામિન બી - કોમ્પ્લેક્સની ઉણપથી વધે છે હૃદયરોગનો ખતરો
મૃત્યુદરો પાછળ સૌથી વધારે હૃદયરોગ જવાબદાર
તણાવને કારણે પણ વધી શકે છે હૃદય રોગનો ખતરો
ફિંગરપ્રિન્ટની જેમ જ દરેક વ્યક્તિની શારીરિક બનાવટ અને ડીએનએ એકબીજાથી અલગ અલગ હોય છે. કોઈપણ બે હૃદય એકસમાન નથી હોતા અને એક જ પરિવારમા પણ શારીરિક અને આનુવંશિક અંતર જોઈ શકાય છે. સાથે જ હૃદય રોગનો ઈલાજ પણ દરેક કેસમા અલગ અલગ હોય છે. મેડિકલ પ્રોફેશનલ્સ ડાયાબિટીસવાળા વ્યક્તિ અને એક સામાન્ય વ્યક્તિ માટે એક જ એક્સર્સાઇઝની સલાહ આપતા નથી.
હૃદય રોગ છે મૃત્યુ દરમાં વધારાનું કારણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, હૃદય રોગ દુનિયાભરમા મૃત્યુ દરનું મુખ્ય કારણ છે. 2019માં લગભગ 1.79 કરોડ લોકોના મૃત્યુ થયા, જે દુનિયાભરમાં થનારા મૃત્યુના 32 ટકા છે, આમાં 85 ટકા મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે થયા હતા. હૃદયનાં સ્વાસ્થ્યને સમજવા માટે આપણે હૃદય રોગને સમજવો પડશે. હૃદય રોગ હૃદયને પ્રભાવિત કરનાર ઘણી સ્થિતિઓ વિશે જણાવે છે, જેમાં બ્લડ વેસલ્સ ડિઝીઝ, જેમ કે કોરોનરી આર્ટરી ડિઝીઝ, અનિયમિત હૃદયના ધબકારા, જન્મજાત હૃદય દોષ અને હાર્ટ વાલ્વ ડિઝીઝ પણ સામેલ છે.
હૃદય રોગ સાથે જોડાયેલા કારકોમાં સામેલ છે - ઉંમર, કેમકે ધમનીઓના ક્ષતિગ્રસ્ત અને સંકુચિત થવા અને હૃદયની માંસ પેશીઓનાં નબળા અથવા મોટા થવાની સંભાવનાઓ ઉંમર સાથે વધી જાય છે અને લિંગ, કેમકે પુરુષોમાં મહિલાઓની તુલનામાં હૃદય રોગ વિકસિત થવાની સંભાવના વધારે હોય છે. મોનોપોઝ બાદ મહિલાઓ વધારે નબળી પડી જાય છે અને જો હૃદય રોગનો પારિવારિક ઇતિહાસ છે, તો તેમને કોરોનરી આર્ટરીનો ખતરો રહે છે, ખાસકરીને જો તેમના માતા - પિતાને આ બીમારી ઓછી ઉંમરમાં થઈ હોય તો.
તણાવ પણ વધારી શકે છે હૃદય રોગ
ધૂમ્રપાન, બિનઆરોગ્યપ્રદ આહાર, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્થૂળતા અને ખરાબ જીવનશૈલીનો સીધો સંબંધ હૃદયના રોગો સાથે છે. આને તેના રિસ્ક ફેક્ટર તરીકે પણ જોઈ શકાય છે. તણાવ ધમનીઓને પણ નુકસાન પહોંચાડે છે અને હૃદય રોગનું કારણ બને છે. જો કે, જો તમે બધું યોગ્ય રીતે મેનેજ કરી રહ્યાં હોવ તો પણ માત્ર એક ચોક્કસ વિટામિનની ઉણપથી હૃદય રોગની શક્યતા વધી શકે છે.
માઇક્રોન્યૂટ્રીએન્ટની ઉણપ શરીરને અસર કરી શકે છે, તબીબો બી-કોમ્પ્લેક્સ વિટામિનની ઉણપ તરફ નિર્દેશ કરે છે જે મુખ્યત્વે નબળા હૃદયના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. સાઉદી મહિલાઓ પર કરવામાં આવેલ એક સ્ટડીમા જાણવા મળ્યું છે કે વિટામિન B12 નું નીચું સ્તર કુલ કોલેસ્ટ્રોલ, LDL કોલેસ્ટ્રોલ - જેને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે - અને ટ્રિગ્લિસરાઈડ્સ સાથે સંકળાયેલું છે.
વિટામિન B નિભાવે છે મુખ્ય ભૂમિકા
બી - કોમ્પ્લેક્સ વિટામિન હોમોસિસ્ટિન મેટાબોલિઝમમાં એક ખાસ ભૂમિકા નિભાવે છે, વિટામિનની ઉણપને કારણે હોમોસિસ્ટિનના સ્તરમાં વૃદ્ધિ થાય છે અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. હોમોસિસ્ટિનનાં સ્તરમાં વૃદ્ધિને રેગ્યુલેટ કરીને, વિટામિન બી વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યને સારું કરી શકે છે. તે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકે છે. એનિમિયાથી પીડિત લોકોને વિટામિન B12 પણ આપવામાં આવે છે - જે લોહીની ગુણવત્તા અને આરોગ્યને સુધારે છે.
થાઇમિનની ઉણપ 80 ટકા લોકોને અસર કરે છે, જેઓ દારૂના વ્યસની છે. જો શરીરમાં થાઇમીનના શોષણમાં સમસ્યા રહે છે, તો તે કાર્ડિયોમાયોપેથી જેવી ગંભીર હૃદયની સમસ્યાઓ તરફ દોરી શકે છે, જે જો સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. થાઇમીનની ઉણપને કારણે હૃદયની નિષ્ફળતાની સારવાર ઇન્જેક્શન આપીને કરી શકાય છે, અને તેમાંથી આપણને ખૂબ સારા પરિણામો મળે છે. હૃદયની નિષ્ફળતા માટેની અન્ય સારવારોથી વિપરીત, આ સારવાર વધુ મોંઘી છે. હોમોસિસ્ટિનનું હાઇ લેવલ હાર્ટ ડિઝીઝ માટે એક રિસ્ક ફેક્ટર છે. આ બી6, બી12ના નિમ્ન સ્તર અને ફોલેટની બીમારી સાથે જોડાયેલ છે. ફોલિક એસિડ કે બી - કોમ્પ્લેક્સ વિટામિન હૃદયના સ્ટ્રોક, હૃદય રોગથી થતાં મૃત્યુનાં ખતરાને પણ ઘટાડે છે.