બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Leopard spotted resting among Eder cliffs: Scenes captured on drone, people gasp
Vishal Khamar
Last Updated: 03:44 PM, 13 January 2023
ADVERTISEMENT
ઈડરના ડુંગરોમાં ફરી એકવાર દીપડાનો પરિવાર દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે દીપડો-દીપડી જોવા મળતા વન વિભાગ તાબડતોબ ઘટના સ્થળે પહોચ્યું હતું. ડુંગરપર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા ડ્રોન દ્વારા તપાસ હાથ ધરતા દીપડો ડ્રોન વીડિયોમાં દેખાવા પામ્યો હતો.
ADVERTISEMENT
વહેલી સવારે દીપડાનો પરિવાર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ
ઈડરના ડુંગરોમાં અવાર નવાર દીપડો દેખાવાના બનાવો બનતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે ઈડરના ડુંગરોમાં ફરી એકવાર દીપડાનો પરિવાર જોવા મળતા લોકોમાં ભયના માહોલ છવાઈ જવા પામ્યો હતો. વહેલી સવારે દીપડો-દીપડી જોવા મળતા વન વિભાગ હરકમાં આવી જવા પામ્યો હતો. વન વિભાગ દ્વારા ડ્રોનનાં માધ્યમથી દીપડાની શોધખોળ હાથ ધરતા દીપડો ડ્રોન વીડિયોમાં જોવા મળ્યો હતો. ત્યારે ભીલોડા ત્રણ રસ્તાઓ પાસેના ડુંગરમાં સવારના સમયે એકા એક દીપડાનો પરિવાર દેખાતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. રહેણાંક વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડાનો પરિવાર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને આ બાબતે વન વિભાગને જાણ કરી હતી.
જંગલોમાંથી વન્ય પ્રાણીઓ ગાંધીનગર સુધી પહોંચી જતા હોય છે
અવાર નવાર સાબરકાંઠાના જંગલોમાંથી વન્ય પ્રાણીઓ ગાંધીનગર સુધી પહોંચી જતા હોય છે. થોડા સમય અગાઉ અક્ષર ધામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરી હતી તો તે બાદ સચિવાલયમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.