Sunday, May 26, 2019

ગાંધીનગરઃ પીપળજ ગામની સીમમાં જોવા મળ્યો દીપડો ગામ લોકોમાં ભયનો માહોલ

ગાંધીનગરઃ પીપળજ ગામની સીમમાં જોવા મળ્યો દીપડો  ગામ લોકોમાં ભયનો માહોલ
ગાંધીનગરઃ પીપળજ ગામની સીમમાં દીપડો જોવા મળ્યો છે. દીપડાના સગડ મળતાં તંત્ર હરકતમાં આવ્યુ છે અને પીપળજ ગામમાં ચાર જુદા જુદા સ્થળે ચાર દિવસથી પાંજરા રાખવામાં આવ્યા છે. આ દીપડાના ડરને કારણે ખેડુતો પાણી વાળવાનું ટાળી રહ્યાં છે. દીપડાએ ગામનાં બે વાછરડાનું મારણ પણ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગાંધીનગરના સચિવાલયમાં દીપડો ઘુસી આવ્યો હતો. મોડી રાત્રે સચિવાલય સંકુલમાં દીપડો ઘુસી આવ્યો હતો. જેને લઇને પોલીસ અને વનવિભાગની ટીમ દોડતી થઇ હતી. 

જો કે સચિવાલયમાં ઘુસેલો દિપડો 16 કલાકની ભારે જહેમત બાદ પાંજરે પુરાયો હતો. ત્યારે હાલ ગાંધીનગરના પીપળજ ગામની સીમમાં દીપડો જોવા મળતા તંત્ર સક્રીય થયું છે.
 


1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ