દુનિયાનું પહેલુ 128GB રેમ વાળુ લેપટોપ, 6TBની ઈનબિલ્ટ સ્ટોરેજ

By : kaushal 12:33 PM, 14 June 2018 | Updated : 12:33 PM, 14 June 2018
લંડનમાં 13 જૂનના આયોજિત થયેલા NXT  BLD કોન્ફર્ન્સમાં લેનોવોએ 128GB રેમ સાથે લેપટોપ લોન્ચ કરી સમગ્ર દુનિયાને ચોંકાવી દિધી છે. લેનોવોએ ઈવેન્ટમાં 128GB રેમ સાથે THINKPAD P52 રજુ કર્યુ છે. આ લેપટોપમાં 6TB સુધીની ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે અને 4K સપોર્ટ સાથે 15.6 ઈંચની ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં વર્ચુઅલ રિયાલિટીનો પણ સપોર્ટ મળશે. 

આ ઉપરાંત THINKPAD P52ની ખાસિયતની  વાત કરીએ તો તેમાં 8માં જનરેશનનું ઈંટેલનું હેક્સાકોર પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એનવીડીયોનું ક્વોડ્રો P3200 GPU આપવામાં આવ્યુ છે. જોકે લેનોવોએ THINKPAD P52 ની કિંમતનો હજુ ખુલાસો કર્યો નથી.

લેપટોપમાં 15.6 ઈંચનો 4K/UHD ટચસ્ક્રીન ડિસ્પ્લે છે જેનુ રિઝોલ્યુશન 1920X1080 પિક્સલ છે. લેપટોપ દેખાવે P સિરીઝના લેપટોપ જેવુ છે. કનેક્ટિવિટી માટે તેમાં USB 3.1 TYPE-A, બે USB-C પોર્ટ્સ, 1 HDMI 2.0 અને એક મીની ડિસ્પ્લે પોર્ટ 1.4 છે. 

આ ઉપરાંત તેમાં કાર્ડ રીડર, WI-FI, બ્લૂટૂથ 5, 4G LTE સપોર્ટ છે અને તેનું વજન 2.5 કિલોગ્રામ છે. લેપટોપમાં વિન્ડોઝ 10 પ્રો પીલોડેડ મળશે. લેપટોપનો કેમેરો ફેસ રિકોગ્નીશન ફીચરથી લેસ છે.
 Recent Story

Popular Story