બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / lenovo thinkbook plus leaked images shows secondary screen look like tablet check other features

લેપટોપ / Lenovo લોન્ચ કરવા જઇ રહ્યું છે બે સ્ક્રીનવાળું ધાંસૂ લેપટોપ, કીબોર્ડ પાસે હશે ટેબલેટ

Premal

Last Updated: 04:27 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી ઉત્પાદક કંપનીઓ લેપટોપની નવી ડિઝાઈન રજૂ કરવાના પ્રયાસમાં છે. એવું લાગી રહ્યું છે કે Lenovo નવી ડિઝાઈન પર કામ કરી રહ્યું છે. જેમાં કંપની બે સ્ક્રીન લાવવાની છે. એક મુખ્ય સ્ક્રીન હશે અને એક કી-બોર્ડની પાસે ટેબલેટ જેટલી સ્ક્રીન હશે. જો આમ થયુ તો યૂઝર્સને અલગ અનુભવ મળશે.

  • Lenovo લોન્ચ કરશે બે સ્ક્રીનવાળું લેપટોપ
  • કી-બોર્ડની પાસે ટેબલેટ જેટલી સ્ક્રીન હશે
  • યૂઝર્સને આખો અલગ અનુભવ મળશે

ટેબલેટ જેટલી હશે બીજી સ્ક્રીન

Evan Blass ની તાજા લીકમાં આવતા 17 ઈંચ Lenovo ThinkBook Plus લેપટોપની સેકન્ડરી સ્ક્રીનની તસ્વીર દર્શાવવામાં આવી છે. આવો જાણીએ આ લેપટોપ વિશે. લેપટોપ પર સેકન્ડરી સ્કિનનો ઉપયોગ થોડુ ડ્રો કરવા અથવા પછી લખવા માટે કરી શકાય છે. લીક થયેલી ઈમેજમાં એક સ્ટાઈલ પણ દર્શાવવામાં આવી છે, જે દર્શાવે છે કે સ્ક્રીન હકીકતમાં રચનાત્મક ઉદ્દેશ્યો માટે છે. મોટાભાગની ડિસ્પ્લે પેનલની સાથે, ડિવાઈસમાં એક આખા આકારનું કીબોર્ડ અને એક મોટું ટ્રેકપૈડ અને એક પહોળી 17 ઈંચ મુખ્ય ડિસ્પ્લે પણ હશે.

ASUSના લેપટોપની જેમ દેખાશે લેનોવોનુ લેપટોપ

લેપટોપ બિલ્કુલ ASUS ZenBook Pro Duo જેવુ દેખાય છે. જેમાં કીબોર્ડના ટોપ પર સેકન્ડરી 14 ઈંચ 32:9 IPS ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. જેને બે નાના 16:9 આસ્પેક્ટ રેશિયો ડિસ્પ્લેમાં પણ વિભાજીત કરી શકાય છે.

આગામી વર્ષે થઇ શકે છે લોન્ચ

Lenovo ના નવા લેપટોપ અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. આગામી થોડા દિવસમાં લેપટોપને લઇને બધા ખુલાસા થઇ જશે. કારણકે આશા સેવાઈ રહી છે કે આ લેપટોપને 2022માં લોન્ચ કરવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Lenovo Lenovo ThinkBook Plus laptop Lenovo Thinkbook Plus Laptop
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ