બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / લીંબુના રસનો આ રીતે ઉપયોગ કરો, ફટાફટ દૂર થઈ શકે છે ચહેરા પરના ડાઘ-ધબ્બાઓ, જાણી લો રીત
Last Updated: 01:44 PM, 18 September 2024
ચહેરા પર ખીલ અને ડાઘાના કારણે સુંદરતા ખરાબ થાય છે. તે ત્વચાના કલરની સાથે તેનું ટેક્સચર ખરાબ કરવાનું પણ કામ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લીંબુનો ઉપયોગ કરીને તમે ખીલ અને ડાઘામાંથી છૂટકારો મેળવી શકો છો. હકીકતમાં લીંબુ એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. સાથે જ તે ક્લિન્જિંગ એજેન્ટની જેમ કામ કરે છે. તે સિવાય લીંબુમાં રહેલ વિટામિન સી ડાઘા અને ખીલને રોકવાનું કામ કરે છે. તેનાથી ચહેરાને પણ ઘણો ફાયદો થાય છે. અહીં જાણો લીંબુથી થતા ફાયદા વિશે..
ADVERTISEMENT
બેસન હની ફેસ પેક
ADVERTISEMENT
બેસન એક સ્ક્રબર છે અને મધ એક હાઈડ્રેટર છે. જ્યારે તમે તેમાં લીંબુનો રસ મિક્સ કરો છો તો તે સ્કિન માટે ઝડપથી કામ કરે છે. તમારે બેસનમાં થોડું ગુલાબજળ નાખવું અને પછી મધ અને લીંબુનો રસ મિક્સ કરવો. તેની પેસ્ટ બનાવીને ફેસ સ્ક્રબ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. 10 મિનિટ સુધી ચહેરા પર આ પેક રાખો અને પછી હળવા હાથે ઘસીને ચહેરો ધોઈ લેવો.
પ્લાસ્ટીકની બોટલમાંથી ન પીતાં પાણી, કેન્સર સહિત આટલી બીમારી થવાનું જોખમ! | Fit N Fine
કાકડી દહીં ફેસ પેક
કાકડી તમારા ચહેરાને ઠંડક આપે છે. તેમજ દહીં સ્કિનને હાઈડ્રેટ કરવાની સાથે ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે મદદ કરે છે. તે સિવાય લીંબુનો રસ પિગ્મેન્ટેશન ઓછું કરવામાં મદદ કરે છે. જ્યારે તમે ફેસ પેક ચહેરા પર લગાવો છો ત્યારે ત્વચાની ઘણી સમસ્યાથી છૂટકારો મળે છે અને સ્કિન ટેક્સચર સારું રહે છે. સાથે તે એક્નેની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ પેકને ચહેરા પર 10 મિનિટ સુધી રહેવા દો અને પછી હળવા હાથે ઘસો તમારો ચહેરો એકદમ ગ્લોઈંગ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.