બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મકાન ભાડે આપવાનું વિચારો છો? તો પહેલા આટલું ખાસ જાણી લેજો, એટલે પસ્તાવો ના થાય!

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / મકાન ભાડે આપવાનું વિચારો છો? તો પહેલા આટલું ખાસ જાણી લેજો, એટલે પસ્તાવો ના થાય!

Last Updated: 11:04 AM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કોઈને ઘર ભાડે આપતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે કેટલાક નિયમો જાણીએ કે જે મકાન માલિક અને ભાડૂઆત બંને માટે જાણવા જરૂરી છે.

1/6

photoStories-logo

1. મકાન ભાડે આપતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

ઘરના ઘરનું સપનું બધાનું જ હોય છે પણ દરેકનું આ સપનું સાકાર થઈ શકતું નથી. એવામાં ઘણા લોકો ઘર ભાડે લઈને રહેતા હોય છે. ત્યારે એવા મકાન માલિક જે પોતાનું ઘર ભાડે આપતા હોય છે, તેમને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મકાન ભાડે આપતા પહેલા જાણો આ બાબતો

ત્યારે આજે કેટલાક એવા નિયમો વિશે જાણીએ કે જે મકાન માલિકે ઘર ભાડે આપતા પહેલા જાણવા જોઈએ અને સાથે જ ભાડૂઆતે પણ આ નિયમો જાણી લેવા જોઈએ કે મકાન માલિકના શું અધિકારો હોય છે અને કઈ સ્થિતિમાં મકાન માલિક ભાડુઆત પાસેથી ઘર ખાલી કરાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કરાવવો પડે છે 11 મહિનાનો ભાડા કરાર

મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે 11 મહિનાનો ભાડા કરાર કરાવવો ખૂબ જ જરૂરી છે. આ ભાડા કરારમાં ભાડાની, ડિપોઝીટની રકમ વગેરેની જાણકારી હોય છે. જો મકાન માલિક 11 મહિના પછી પણ એ જ ભાડુઆતને રાખવા માંગે, તો તેમણે ભાડા કરાર રિન્યૂ કરાવવાનો રહે છે. આ ભાડા કરારને નોટરાઈઝ કરાવવો જરૂરી છે અથવા રજિસ્ટ્રાર પાસે જઈને રજિસ્ટ્રી કરાવવી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ક્યારે ઘર ખાલી કરાવી શકે મકાન માલિક

જો મકાન માલિકની જાણ બહાર ભાડુઆત બીજા કોઈને મકાન ભાડે આપે છે, જો ભાડુઆત મકાનમાં કોઈ ગેરકાયદેસર કામ કરે છે, અથવા ભાડુઆત ઘરને કોઈ નુકસાન પહોંચાડે તો મકાન માલિક ભાડુઆત પાસેથી ઘર ખાલી કરાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ભાડા કરારમાં લખેલા હોય છે નિયમો અને શરતો

આ સિવાય જો ભાડૂઆત લાંબા સમય સુધી ભાડું ન આપે તો પણ મકાન માલિક ભાડુઆત પાસેથી ઘર ખાલી કરાવી શકે છે. મકાન ભાડે આપતા પહેલા કરવામાં આવેલા ભાડા કરારમાં બધા નિયમો અને શરતો લખેલી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મકાન માલિકના અધિકારો

મકાન માલિકને અધિકાર છે કે તે ભાડૂઆત પાસેથી નિયમિતપણે ભાડું ઉઘરાવે. ભાડુઆત ઘરને નુકસાન પહોંચાડે તો તેને તોક્વાનો પણ અધિકાર છે. સાથે જ મકાન માલિકની પરવાનગી વિના ઘરના કોઈ પણ બાંધકામ કરાવે, તો પણ મકાન માલિકને હક છે કે તે કામ અટકાવી શકે. ઘર ખાલી કરાવતા પહેલા મકાન માલિકે ભાડૂઆતને એક મહિનાનો સમય આપવો પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Legal Rights of Landlord Rules For Landlord Tips for landlord

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ