legal age of marriage for women will increase to 21 years what will be its effect
BIG NEWS /
હવે યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 18 નહીં રહે, કાયદો બદલાવાથી થશે આ ફેરફારો
Team VTV08:31 AM, 16 Dec 21
| Updated: 08:56 AM, 16 Dec 21
કેન્દ્રીય મંત્રી મંડળે મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ
કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006માં એક સંશોધન રજૂ કરશે
આ કાયદાની પાછળ મહિલાઓના સશક્તિકરણનો વિચાર
મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ
PM મોદી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન જાહેરાતના એક વર્ષ બાદ કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. લગ્ન માટે યુવતીઓની કાયદાકીય ઉંમર 18 થી વધારીને 21 કરવાનાં પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી. અંગ્રેજી અખબાર અનુસાર સૂત્રોના જણાવ્યાનુંસાર કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006માં એક સંશોધન રજૂ કરશે અને તેના પરિણામ સ્વરૂપ વિશેષ વિવાહ અધિનિયમ અને હિંદુ વિવાહ અધિનિયમ 1955 જેવા વ્યક્તિગત કાયદામાં સંશોધન લાવશે. બુધવારે આપવામાં આવેલી મંજૂરી ડિસેમ્બર 2020માં જયા જેટલીની અધ્યક્ષતા વાળી કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સોંપવામાં આવેલી ભલામણ પર આધારિત છે. આ ગઠન માતૃત્વની ઉંમરથી સંબંધિત મામલે માતૃ મૃત્યુ દરને ઓછી કરવાની જરુર છે પોષણમાં સુધાર સંબંધિત મામલાની તપાસ કરવામાં આવી હતી.
આ કાયદાની પાછળ મહિલાઓના સશક્તિકરણનો વિચાર
અખબાર અનુસાર જેટલીએ કહ્યું કે હું સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ કે ભલામણની પાછળ અમારો તર્ક ક્યારેય જનસંખ્યા નિયંત્રણ નહોતો. NFHS 5 દ્વારા જાહેર હાલના આંકડાએ પહેલા જ સંકેત આપ્યા છે કે કુલ પ્રજનન દર ઘટી રહ્યો છે અને જનસંખ્યા નિયંત્રણમાં છે. આ કાયદાની પાછળ મહિલાઓના સશક્તિકરણનો વિચાર છે.
ભારતમાં પહેલી વાર પ્રજનન દર 2
NFHS 5ના આંકડા અનુસાર ભારતમાં પહેલી વાર 2.0 કુલ પ્રજનન દર પ્રાપ્ત કર્યો છે. જે ટીએફઆરના રિપ્લેસમેન્ટ સ્તરથી 2.1 ની નીચે છે. આ દર્શાવે છે કે આવનારા વર્ષમાં જનસંખ્ય વિસ્ફોર્ટની શક્યતા નથી. આંકડાથી ખબર પડે છે કે બાળ વિવાહ 2015-16માં 27 ટકાથી સામાન્ય ઓછા થઈને 2019-21માં 23 ટકા થઈ ગયો છે. સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જેટલીએ કહ્યું કે ટાસ્ક ફોર્સની ભલામણ વિશેષજ્ઞોની સાથે વ્યાપક પરામર્શ બાદ અને વઘારે મહત્વપૂર્ણ રુપથી યુવા વયસ્કો, વિશેષ રુપથી યુવા મહિલાઓની સાથે ચર્ચા બાદ થઈ કેમ કે નિર્ણય સીધી અસર કરે છે.
કેમ થઈ ભલામણ?
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જૂન 2020માં ગઠિત ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના ડો. વી. કે પોલ અને ડબ્લ્યૂસીડી, સ્વાસ્થ્ય અને શિક્ષા મંત્રાલયો અને વિધાયી વિભાગોના સચિવ પણ સામેલ હતા. તેમણે ભલામણ કરી છે કે નિર્ણયની સામાજિક સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા માટે એક વ્યાપક જન જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે. તેમજ અંતરિયાળ વિસ્તારની છોકરીઓને ભણાવવા માટે શૌક્ષણિક સંસ્થા મામલામાં ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા કરવામાં આવે.
સમિતિએ વધુમાં ભલામણ કરી છે કે યૌન શિક્ષાને ઔપચારિક રુપ આપવામાં આવશે અને સ્કૂલ પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે . પોલિટેક્નિક સંસ્થાનોમાં મહિલાઓના પ્રશિક્ષણ, કૌશલ અને વ્યવસાય પ્રશિક્ષણ અને આજીવિકા વધારવાની ભલામણ કરવામાં આવી. જેથી એ સુનિશ્ચિત કરવામાં આવી શકે કે લગ્ન યોગ્ય ઉંમરમાં વધારો લાગૂ કરી શકાય. ભલામણમાં કહેવામાં આવ્યુ છે કે જો છોકરીઓ બતાવી દે છે કે તે આર્થિક રુપથી સ્વતંત્ર છે તો માતાપિતા તેમના જલ્દી લગ્ન કરાવવા અંગે વિચાર કરશે.
હિંદુ વિવાહ અધિનિયમ 1955ની કલમ 5 (iii) છોકરી માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને છોકરા માટે 21 વર્ષ નક્કી કરે છે. ખાસ લગ્ન અધિનિયમ, 1954 અને બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006 શ્રી ક્રમશઃ મહિલાઓ અને પુરુષો માટે વિવાહ માટે સહમતિની ન્યૂનતમ વર્ષના રુપમાં 18 અને 21 વર્ષ નિર્ધારિત કરે છે.