બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:06 PM, 11 January 2025
દિગ્ગજ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોકે કહ્યું કે, ICC ક્રિકેટ કમિટી બોલરોને વાઈડ પર થોડી વધુ છૂટ આપવા માટે કામ કરી રહી છે, કારણ કે વર્તમાન નિયમ બોલરોને મોંઘો પડી રહ્યો છે. ખાસ કરીને જ્યારે બેટ્સમેન બેટિંગ વખતે છેલ્લી ઘડીએ મૂવમેન્ટ કરે છે.
ADVERTISEMENT
ODI અને T20માં, બોલરની લાઇન અને લેન્થમાં ખલેલ પહોંચાડવા માટે બેટ્સમેન છેલ્લી ક્ષણે ક્રિઝ પર હલનચલન કરે છે, જેના કારણે ઘણીવાર બોલ વાઈડ થઈ જાય છે. શોન પોલોકે કહ્યું, 'હું ICC ક્રિકેટ કમિટિનો ભાગ છું અને અમે વાઈડ બોલ પર બોલરો માટે થોડી વધુ છૂટછાટ લાવવા વિચારી રહ્યા છીએ.
ADVERTISEMENT
જો કોઈ બેટ્સમેન છેલ્લી મિનિટે હલચલ કરે છે, તો તે ખરેખર બોલરો માટે યોગ્ય સ્થિતિ નથી. મને લાગે છે કે, બોલર માટે તેના રન-અપની શરૂઆતમાં જાણવું મહત્વપૂર્ણ છે કે તે ક્યાં બોલિંગ કરી શકે છે.
વધુ વાંચો: યુઝવેન્દ્ર ચહલ સાથે રિલેશનશીપમાં છે RJ મહવશ? ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે કર્યો ખુલાસો
પોલોકે કહ્યું, 'વર્તમાન નિયમો અનુસાર, જો બોલર બોલ ફેંકે તે પહેલા બેટ્સમેન તરત જ તેની પોઝિશન બદલી નાખે છે, તો બોલને વાઈડ આપવામાં આવે છે. જો કે, આ નિયમમાં થોડો ફેરફાર થવો જ જોઈએ.
આ 51 વર્ષીય ઓલરાઉન્ડરે કહ્યું કે, બોલરોને ખબર હોવી જોઈએ કે રન-અપ દરમિયાન ક્યાં બોલિંગ કરવી અને ક્યાં ન કરવી. પોલોકે વધુમાં કહ્યું કે, 'બોલરને રન-અપ દરમિયાન જ ખબર હોવી જોઈએ કે તેણે ક્યારે, શા માટે અને કેવા પ્રકારનો બોલ નાખવો છે.
બોલિંગ કરતી વખતે છેલ્લી સેકન્ડે બોલર પોતાની વ્યૂહરચના બદલશે તેવી અપેક્ષા રાખવી અઘરી છે. તેણે જાણવું જોઈએ કે, તેણે ક્યાં બોલિંગ કરવાની છે. આ જ એક મુખ્ય પાસું છે જેની પર આપણે ચર્ચા-વિચારણા કરવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20 / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.