બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : મોત આવતાં કોણ ઊભું રહે ! અંતિમ સંસ્કાર વખતે ભયાનક બ્લાસ્ટ, મૃતકો છોડીને ભાગ્યાં
Last Updated: 10:45 PM, 18 September 2024
ઈઝરાયલે લેબનોનમાં ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહને બીજો મરણતોલ ફટકો આપ્યો છે. ગઈ કાલના પેજર (વાતચીતનું સાધન) બ્લાસ્ટ બાદ આજે અલગ અલગ જગ્યાએ વોકી ટોકી વિસ્ફોટ થયો હતો જેમાં 3થી વધુ લોકોના મોત થયાં છે.
ADVERTISEMENT
Now another series of blast in #Lebannon, Telecom devices 'Walkie Talkie' have reportedly exploded in #Beirut and various other areas of #Lebanon. pic.twitter.com/zcgMYvgx00
— Nikhil Choudhary (@NikhilCh_) September 18, 2024
પેજર બ્લાસ્ટ પીડિતોના અંતિમ સંસ્કાર વખતે વોકી-ટોકી બ્લાસ્ટ
ADVERTISEMENT
પેજર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા બરાબર ત્યારે વોકી-ટોકીમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટનો વીડિયો પણ સામે આવ્યો છે. રાજધાની બેરૂતના કેટલાય વિસ્તારોમાં સોલર હોમમાં પણ વિસ્ફોટ થયાં હતા. વોકી ટોકી બ્લાસ્ટનો વીડિયો પણ સામે આવ્યો હતો.
Tons of Hezbollah walkie talkies are reportedly blowing up in Lebanon today, including at a funeral for some of the militants who didn’t survive yesterday’s carnage. pic.twitter.com/8S0HCHK3GD
— Ian Miles Cheong (@stillgray) September 18, 2024
મંગળવારે પેજર બ્લાસ્ટમાં 12થી વધુના મોત, 4000 લોકો ઘાયલ
ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ લેબનોનમાં અલગ અલગ જગ્યાએ પેજર બ્લાસ્ટ થયાં હતા જેમાં 12થી વધુ લોકો માર્યાં ગયા હતા અને 4000 લોકો ઘાયલ થયાં હતા.
#BREAKING: Hundreds of fresh explosions being reported across Lebanon, 24 hours after over 4000 pagers exploded killing 12 and injuring over 3000 Hezbollah terrorists. Fresh explosions are now taking place in hand-held Walkie-Talkie VHF sets used by Hezbollah terrorists. pic.twitter.com/oVLpMLcIxD
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 18, 2024
વધુ વાંચો : આ મહિલાઓને સેક્સમાં સૌથી વધારે ઈન્ટરેસ્ટ, પેદા કરી રહી છે 7 બાળકો, સાંભળીને ચોંકી જવાશે
ઈઝરાયલ પર પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટનો આરોપ
ઈઝરાયલે આ બન્ને હુમલાઓ કરાવ્યાં હોવાનો શક છે. જોકે ઈઝરાયલે આ મામલે હજુ સુધી મગનું નામ મરી પાડ્યું નથી. ઈઝરાયલી જાસૂસી સંસ્થા મોસાદે હિઝબુ્લ્લાહના લડાકૂઓના પેજરમાં વિસ્ફોટકો ફિટ કરાવ્યાં હતા અને બ્લાસ્ટ કરાવ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.