બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:06 PM, 18 September 2024
લેબનોન અને સીરિયાના બોર્ડર એરિયામાં મંગળવારે સાંજે પેજર્સમાં ભયાનક બ્લાસ્ટ થતાં સનસની મચી હતી. પેજર્સ બ્લાસ્ટમાં અત્યાર સુધી 11થી વધુ લોકોના મોત થયાં છે અને 4000થી વધુ લોકો ઘાયલ થયાં છે.
ADVERTISEMENT
"Lebanon Pagers' blasts: 2,750 wounded and 8 dead across the country, reports Reuters, citing the Lebanon Health Minister. #Lebanon #PagersBlast #BreakingNews"
— Ankur 🇮🇳 (@EcoCrazyAnkur) September 17, 2024
pic.twitter.com/AQ4rVYgsi1
100 ગ્રામ વજનવાળાં 5000થી વધુ પેજર્સમાં વિસ્ફોટકો ભરાયાં
ADVERTISEMENT
સૂત્રોએ કહ્યું કે ઈઝરાયેલે 100 ગ્રામ વજનવાળાં 5000થી વધુ પેજર્સમાં વિસ્ફોટક ભરીને બ્લાસ્ટ કરાવ્યાં હતા જેનો હેતુ આતંકી સંગઠન હિઝબુલ્લાહના વધારેમાં વધારે આતંકીઓને મારી નાખવાનો હતો. પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના આતંકીઓ કરે છે. આ હેકિંગ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર માને છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
लेबनान: पेजर ब्लास्ट में जान गंवाने वालों की संख्या बढ़कर 12 हुई...#Pager #pagers #PagerAttack #Lebanon #Blast #Nedricknews pic.twitter.com/UBxFhBNTog
— Nedrick News (@nedricknews) September 18, 2024
Pager blast of 2500+ Hezbollah terrorists have put #Lebanon on Chaos. Have to say the Israel intelligence agency #Mossad is the most efficient intelligence agency in the world and nobody can match their intelligence. #Pager
— Basant Fogat (@BFogat) September 18, 2024
This is how #pagers getting explode in Lebanon.! pic.twitter.com/a23zGnMfdu
તાઈવાનની કંપની સાથે મોસાદે કરી ખાનગી ડીલ
તપાસમાં સામે આવ્યું છે કે હિઝબુલ્લાહે આ પેજર્સ તાઈવાનની ગોલ્ડ એપોલો કંપની પાસેથી ખરીદ્યા હતા. ગોલ્ડ અપોલો કંપનીના ચેરપર્સનનું કહેવું છે કે એક યુરોપિયન ડિસ્ટ્રીબ્યુટરે કંપની માટે આ પેજર્સ તૈયાર કર્યા હતા. ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે પેજરમાં વિસ્ફોટક ફીટ કર્યા હતા. આ પેજર્સ તાઈવાનની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે તાઈવાનથી લેબનોન મોકલવામાં આવ્યા હતા. મોસાદે લેબનોન પહોંચતા પહેલા જ આ પેજર્સમાં વિસ્ફોટકો લગાવી દીધા હતા.
ઘરો, રસ્તાઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં રહેલા પેજર્સ ફાટ્યાં
મંગળવારે સાંજે લેબનોનના અનેક શહેરોમાં ઘરો, રસ્તાઓ અને બજારોમાં લોકો જ્યારે ખરીદી કરવા કે બીજા કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમના ખિસ્સામાં રહેલા પેજર્સમાં બ્લાસ્ટ થયાં હતા, હિઝબુ્લ્લાહના લડાકૂઓના ખિસ્સામાં રહેલા પેજર્સમાં પણ વિસ્ફોટ થયાં હતા જેમાં અત્યાર સુધી 11થી વધુ લોકોના મોત થયાં છે અને 4000 લોકો ઘાયલ થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.