બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પેજર બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું લેબનોન, અત્યાર સુધીમાં 10થી વધુના મોત, 4000 ઘાયલ

આતંક / પેજર બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું લેબનોન, અત્યાર સુધીમાં 10થી વધુના મોત, 4000 ઘાયલ

Last Updated: 08:34 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેબનોનમાં હિઝબુલ્લાના લડાકૂઓના પેજર્સમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11ના મોત અને 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે અફરાતફરી મચી ગઈ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂત પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાના લડાકૂઓ કરે છે. આ હેકિંગ પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાનું કહેવું છે કે તે આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર માને છે. જોકે, ઇઝરાયલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 કલાકે થયા હતા.

પેજર બ્લાસ્ટથી સનસનાટી

લેબનોનમાં મંગળવારે એક પછી એક મોટા પાયે પેજરમાં બ્લાસ્ટ થયા ત્યારે સનસનાટી મચી ગઈ. પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફૂટ્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના અહેવાલ છે. જયારે આ સિરિયલ બ્લાસ્ટમાં 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

એક કલાક સુધી પેજરમાં થતા રહ્યા બ્લાસ્ટ

મંગળવારે અચાનક, લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવા લાગ્યા. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી બ્લાસ્ટ થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઇઝરાયલે હિઝબુલ્લાને નિશાન બનાવીને સિરિયલ પેજર બ્લાસ્ટ કર્યા. આને હિઝબુલ્લાની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

PROMOTIONAL 13

શું મોસાદે પેજર્સ હેક કર્યા?

ઘણા અહેવાલો અનુસાર, ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાને નિશાન બનાવીને આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે પાંચ મહિના પહેલા જ છેડછાડ કરીને તેમાં વિસ્ફોટક ફીટ કરી દેવામાં આવ્યા હતા. લેબનોને એવી માહિતી આપી કે આજે બપોરે હિઝબુલ્લાના ઘણા લડાકૂઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. તેમના પેજર્સમાં બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે પેજર્સ એક પ્રકારનું વાતચીત કરવાનું સાધન છે. ટૂંકા અંતર માટે વાતચીત કરવા પેજર્સનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: શું છે પેજર જેણે લેબનોનને હચમચાવી મુક્યુું ? શા માટે મોબાઇલયુગમાં પણ તેનો થઇ રહ્યો છે ઉપયોગ ?

હોસ્પિટલોમાંથી આવી રહી છે ડરામણી તસવીરો

સોશિયલ મીડિયા અને લેબનોન અને ઇઝરાયલી મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં ઘાયલ લોકોને જમીન પર પડેલા દર્શાવવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ હતી, લોકોને માથામાં, પગમાં અને હાથમાં ઇજા થઈ હતી. સ્થાનિક હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરોમાં બેકાબૂ સ્થિતિ જોઈ શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hezbollah Lebanon Blast Lebanon Pager Serial Blast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ