બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:05 PM, 9 February 2025
ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક અધિકારીએ ખેડૂત પાસેથી વીજળી બિલ સુધારવા અને ડિસ્કનેક્ટ થયેલ કનેક્શન ફરીથી કનેક્ટ કરવાના બદલામાં શરમજનક માંગણી કરી. અધિકારીએ ખેડૂતને તેની પત્નીને એકલી મોકલવા અને 40,000 રૂપિયા સાથે લાવવા કહ્યું.
ADVERTISEMENT
યુપીના બારાબંકીથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક એક્સઇએનએ ખેડૂત પાસેથી વીજળી બિલ સુધારવા અને ડિસ્કનેક્ટ થયેલ કનેક્શન ફરીથી કનેક્ટ કરવાના બદલામાં શરમજનક માંગણી કરી. તેણે ખેડૂતને તેની પત્નીને એકલી મોકલવા અને 40,000 રૂપિયા સાથે લાવવા કહ્યું. ખેડૂતનો એક્સઇએન પર ગંભીર આરોપો લગાવતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખેડૂતે આરોપ લગાવ્યો છે કે વીજળી ચેકિંગ દરમિયાન એક્સઇએન તેના ઘરે આવ્યો અને તેની પત્નીની સુંદરતાના વખાણ કરવા લાગ્યો. આ પછી તેણે કનેક્શન કાપી નાખ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. તેમજ વીજળી બિલ રીડિંગમાં વધારો કરી દીધો હતો.
ADVERTISEMENT
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર મામલો હૈદરગઢ તહસીલના લોનીકટરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામ સાથે સંબંધિત છે. અહીં રહેતા ખેડૂતોનો આરોપ છે કે એક્સઇએન પ્રદીપ ગૌતમ 13 માર્ચ 2024 ના રોજ તેમના ગામમાં નિરીક્ષણ માટે આવ્યો હતો. વીજળી ચેકિંગ દરમિયાન તે તેના ઘરે પહોંચ્યો. અહીં તેની પત્નીની સુંદરતા જોઈને તેણે તેના વખાણ કરવાનું શરૂ કર્યું અને બિલમાં ખોટું રીડિંગ દાખલ કરીને વીજળીનું બિલ વધારી દીધું. પછી તેનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ તેને એક્સઇએનની હરકત વિશે જણાવ્યું. 16 માર્ચે ખેડૂત બિલ સુધારવા માટે ફરિયાદ સાથે એક્સઇએન ઓફિસ પહોંચ્યા.
એક્સઇએનએ બિલ સુધારવા અને કનેક્શન ફરીથી કનેક્ટ કરવાના બદલામાં તેની પત્નીને એકલી મોકલવાનું કહ્યું. પીડિત ખેડૂતે જણાવ્યું કે તેણે વીજળી બિલ સુધારવા માટે ઘણી વખત એક્સઇએનને વિનંતી કરી હતી, પરંતુ એક્સઇએન તેની પત્નીને બોલાવવાની જીદ રાખતો હતો. પીડિતાએ કહ્યું કે શરમના કારણે તેણે આ બાબતે ફરિયાદ કરી નથી. 31 જાન્યુઆરી, 2025 ના એક્સઇએન ફરીથી તેમના ઘરે પહોંચ્યો અને ફરીથી તેમની પત્નીને 40 હજાર રૂપિયા સાથે મોકલવાની જીદ કરી. આ પછી તેણે એક્સઇએન વિશે વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી.
આ પણ વાંચોઃ VIDEO : બહેનના લગ્નમાં નાચતાં ઉડ્યો છોકરીનો પ્રાણ! સ્ટેજ પર હાર્ટ એટેક આવ્યો, છવાયો માતમ
આ અંગે અધિક્ષક ઇજનેર રાજબાલાએ એક મીડિયાને જણાવ્યું હતું કે આ આરોપ ખોટો અને પાયાવિહોણો છે. જે વ્યક્તિએ આ આરોપ લગાવ્યો છે તે એક્સઇએનને મળ્યો નથી. બાદમાં જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે એક વર્ષ પહેલા આ આરોપ લગાવનાર વ્યક્તિના ઘરે વીજળીના ખોટા ઉપયોગનો કેસ મળી આવ્યો હતો. જેના કારણે તેનું કનેક્શન કપાઈ ગયું. જેથી આ આરોપ આવ્યો છે. આ મામલાની તપાસ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.