બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Learn How to decide cyclone name

સવાલ / જાણો કેવી રીતે નક્કી કરાય છે વાવાઝોડાના નામ

vtvAdmin

Last Updated: 12:16 PM, 11 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેનું નામ વાયું વાવાઝોડુ છે. દરિયામાં તોફાનના અલગ અલગ નામ રાખવામાં આવે છે. ઘણી વખતે લોકોના મનમાં સવાલ થાય છે કે, આ વાવાઝોડાનુ નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આજે અમે તમને જણાવશું કે, કેવી રીતે વાવાઝોડાનુ નામ નક્કી કરવામાં આવે છે.

Image result for વાવાઝોડા

કેવી રીતે નક્કી થાય છે તોફાનનું નામ:

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને વાવાઝોડાના નામ રાખવાની શરૂઆત કરી હતી. ભારતમાં વાવાઝોડાનું નામ આપવાની પ્રથા 2004થી શરૂ થઈ હતી. ભારત સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવે પણ શરૂઆત કરી, જ્યારે ઓમાન, થાઈલેન્ડે પણ તોફાનના નામ આપવાની ફોર્મ્યૂલા તૈયાર કરી.

વાવાઝોડાનુ નામ 8 દેશ દ્વારા સૂચવેલા નામોના પહેલા અક્ષર પ્રમાણે ક્રમ નક્કી થાય છે. 8 દેશમાં નામોના પહેલા અક્ષરના ક્રમમાં તોફાનોના નામ નક્કી થાય છે. ભારતે અગ્નિ, વીજળી, મેઘ, સાગર, આકાશ જેવા નામ આપ્યા છે, પાકિસ્તાને નિલોફર, બુલબુલ અને તિતલી જેવા નામ આપ્યા છે. આ નામોમાંથી વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન તોફાનનું નામ રાખે છે.

આ 8 દેશોમાં તોફાન આવે છે તો સૂચવેલા નામોમાંથી પસંદ કરાય છે. ભારતમાં 10 વર્ષ સુધી એક નામનો બીજી વખત ઉપયોગ નથી કરાતો. તબાહી મચાવનારા તોફાનોના નામને રદ કરી દેવામાં આવે છે

જ્યારે અમેરિકા દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે. જેમાં Q, U, X, Y, Z અક્ષરો પર તોફાનનું નામ રાખવાની પરંપરા નથી. વર્ષમાં 21થી વધુ તોફાન આવે તો અલ્ફા,બીટા,ગામા આધારિત રાખે છે. જે નામોમાં ઓડ-ઈવન પ્રથા અપનાવે છે. ઓડ વર્ષોમાં તોફાનના નામ સ્ત્રીના નામ પર રાખવામાં આવે છે, જ્યારે ઈવન વર્ષોમાં તોફાનના નામ પુરુષો પર આધારિત હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Gujarai news Gujarat Cyclone cyclone name Question
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ