learn everything about dangue here symptoms lab investigation treatment and prevention and role of papaya leaves
તમારા કામનું /
ડેન્ગ્યુમાં પપૈયાનાં પાન ફાયદાકારક? લક્ષણો સહિત સારવાની તમામ સાચી વાત જાણી લો, ખોટી માહિતી ફોરવર્ડ ન કરતા
Team VTV02:30 PM, 21 Oct 21
| Updated: 03:18 PM, 21 Oct 21
આજકાલ ઘણા લોકો તાવ અને સાંધાનાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે ડેન્ગ્યુમાં કયા લક્ષણો હોય તો ગંભીર કહેવાય? બચવા માટે શું કરવું જોઈએ? આવી તમારા કામની તમામ માહિતી જાણો અહીં.
પપૈયાંનાં પાનથી શું થાય?
મચ્છરને કેવી રીતે ઓળખશો?
ડેન્ગ્યુમાં શું ન ખવાય?
VTV હંમેશા તમારા માટે તમારા કામની એવી માહિતી લાવતું હોય છે જે તમને કામ લાગે. આજકાલ ડેન્ગ્યુનાં કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. જેને જુઓ તેને તાવ અને સાંધાના દુખાવાની સમસ્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કેવી રીતે આ રોગ સામે બચશો?
ડેન્ગ્યુ કઇ રીતે થાય?
એવી માન્યતા છે કે ડેન્ગ્યુ મચ્છરથી થતો રોગ છે પન એ સંપૂર્ણ સાચી વાત નથી. ડેન્ગ્યુ એ ખરેખર તો વાયરસથી થતો રોગ છે. પણ ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે જેના ચાર પ્રકારો છે:
- DENV1
- DENV2
- DENV3
- DENV4
ડેન્ગ્યુ ફીવર એ એક પ્રકારનો વાયરલ ફીવર જ છે. જે મચ્છરથી ફેલાય છે. વધુ સરળ ભાષામાં કહીએ તો ડેન્ગ્યુના વાયરસને ફેલાવનાર મધ્યમ મચ્છર હોય છે. એડીસ ઈજીપ્ટસ અને એડીસ અલ્બોપ્રીકટસ નામનાં મચ્છર તેનાં કેરિયર બની શકે છે, એટલે કે આ બે મચ્છરમાંથી કોઈ એક તમને કરડી જાય તો તમને ડેન્ગ્યુ થઈ શકે છે. આ જ મચ્છરનાં કારણે ચિકનગુનીયાં કે યલો ફીવર જેવા રોગો પણ થતાં હોય છે.
મચ્છરને કેવી રીતે ઓળખશો
આ બંને મચ્છર ઘણા ખરા અંશે સરખા જેવા જ લાગે છે. એડીસ અલ્બોપ્રીકટસને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય છે. કારણ કે તેનાં ઉપાંગોમાં વાઘ જેવા સફેદ પટ્ટા જોવા મળે છે. બંને સાઇઝ સિવાય લગભગ સરખા જેવા જ લાગતા મચ્છર છે.
પ્રેગ્નન્ટ લેડીનાં બાળકને થાય?
હા પ્રેગ્નન્ટ લેડીને જો ડેન્ગ્યુ થાય તો તે તેનાં સંતાનને પણ ડેન્ગ્યુ કેરી કરી શકે છે.
લક્ષણો:
સખત તાવ આવવો
તાવ ચઢઉતર થવો
બેચેની કે ઊલટી-ઊબકા થવા
સ્કીન રેશિસ એટલે કે ચકામાં પડી જવા
માથું દુખવું
શરીરનો દુ:ખાવો
હાડકાં દુખવા
લક્ષણો મોટે ભાગે 2 થી 7 દિવસ સુધી વધારે જોવા મળતા હોય છે ત્યાર બાદ ઓછા થઈ જાય છે.
આવા કિસ્સાઓમાં તાકીદે નિષ્ણાંત ડોક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલાઈઝેશન જરૂરી છે. અન્યથા ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.
ટેસ્ટ
મોટે ભાગે ડેન્ગ્યુનાં ટેસ્ટસની પ્રક્રિયા સરળ હોય છે. તમારે માત્ર બ્લડ આપવાનું હોય છે અને સરળતાથી નિદાન કરી શકતું હોય છે.
આ માટે IgM અને NS1 પ્રોટીન ટેસ્ટ આ બે મુખ્ય નિર્ણાયક ટેસ્ટ છે.
બંને ટેસ્ટ કરવામાં આવે તો કન્ફર્મ ડાયગ્નોસિસ કરી શકાય છે.
ઘણા કિસ્સાઓમાં લક્ષણો પૂરા થઈ ગયા અને ટ્રીટમેન્ટ લીધા બાદ પણ થોડા સમય સુધી IgM પોઝિટિવ આવી શકે છે. તો એ વધારે ચિંતાનો વિષય નથી. કારણ કે એ સૂચવે છે કે નજીકના સમયમાં જ જેતે દર્દીને ડેન્ગ્યુ થયો હતો.
આ સિવાય બ્લડ કાઉન્ટમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટવાનું નોંધવાથી પણ જાની શકાય કે ડેન્ગ્યુ છે.
આ ઘટનાને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવાય છે. જનરલી આપણાં શરીરમાં 1.5 લાખથી 3.5 લાખ ત્રાકકણો એટલે કે પ્લેટલેટ હોવા જોઈએ. પણ ડેન્ગ્યુમાં તે ઘટી જાય છે જેને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવાય છે.
ટ્રીટમેન્ટ
તમને જાણીને નવાઈ લાગશે કે ડેન્ગ્યુની કોઈ ટ્રીટમેન્ટ નથી. એટલે કે એવી કોઈ ગોળી નથી જે ખાઈ લેવાથી ડેન્ગ્યુ મટી જાય. પણ એની સારવાર સિમ્પટોમેટિક એટલે કે લક્ષણો અનુસાર થતી હોય છે.
2) લિક્વિડ એટલે કે પ્રવાહી બને એટલું વધારે લેવું. હાયડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે. જ્યુસ નારિયળ પાણી કે લીંબુ પાણી વગેરે લેતા રહેવું
3) રેસ્ટ- બની શકે એટલો આરામ કરવો જોઈએ. દર્દીઓને મોટે ભાગે શરીર દુખવાના કારણે આરામ કરવાની ઈચ્છા નથી થતી પણ બેડ રેસ્ટ એ જ સારવાર છે એ યાદ રાખો.
4) સુપાચ્ય આહાર લેવો જોઈએ. ભારે ખોરાક બિલકુલ ન લેવો જોઈએ. આથો આવેલી વસ્તુઓ બેકરી આઈટમ ગેસયુક્ત ઠંડા પીણાં અને પચવામાં ભારે તમામ વસ્તુઓ ન લેવી.
4) અન્ય લક્ષણો માટે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેતા રહેવી.
આહાર
વિટામિન સી ધરાવતા દરેક ફ્રૂટ અને શાકભાજી ખાઈ શકાય. ફુલાવર, ઓરેન્જ જ્યુસ, પાઇનએપલ જ્યુસ વગેરે પીવું હિતકર્ છે. આ સિવાય નારિયળ પાણી, લીંબુ પાણી પણ પી શકાય. ખાવાનું ભાવશે નહીં પરંતુ લઘુ આહાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
આ સિવાય હળદર અને આમળાનો પણ ઉપયોગ વધારવો જોઈએ. ગળો, તુલસી અને લીમડા જેવી ઔષધિઓ એન્ટિવાયરલ ઇફેક્ટ્સ આપતી હોય છે માટે તેનો ઉપયોગ કરી શકાય.
શું ન ખવાય
અમુક એક્સપર્ટસનાં કહેવા અનુસાર ચેરી કે ગાયનું દૂધ પીવાથી પ્લેટ લેટ ઘટી શકે છે. આ સિવાય પચવામાં ભારે હોય એવું કશું ન્ ખાવું જોઈએ. વાલોળ પાપડી, ભીંડા, બાજરી આદિ ખાવાનું ટાળવું જોઈએ. ફૂડ પેકેટ્સ અને તીખી તળેલી વસ્તુઓ બંધ કરી દેવી હિતકર્ છે. ઠંડુ પાણી છોડીને ગરમ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો જોઈએ.
પપૈયાંનાં પાનથી શું થાય
ડેન્ગ્યુમાં પપૈયાંનાં પાનનો રોલ ઘણા લોકો માનતા નથી. પણ આ એક થોડો વિવાદિત ટૉપિક છે. મોટે ભાગે દર્દીઓમાં પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં પપૈયાંનાં પાનનો રોલ જોવા મળે છે એવું બધા માનતા હોય છે પરંતુ ડૉક્ટર્સને તેનું સમર્થન મળ્યું નથી. કારણ કે તેનું વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક સમર્થન કરતી જાણકારી જોઈએ એટલી આવેલેબલ નથી.
આર્યુવેદ મુજબ આ એક પ્રકારનો જવર છે. એટલે કે તાવ. તાવમાં સંશમની વટી જેવી દવાઓનાં ઉપયોગ વિષે તો તમે ઘણું વાંચ્યું હશે પરંતુ પપૈયાંનાં પાનનો જ્વર દૂર કરવા માટે ઉપયોગ કરવાને પણ સીધું સમર્થન નથી મળતું.
જો કે કેટલાક રિસર્ચ મુજબ પપૈયાંમાં જોવા મળતું એસિટોજેનિન નામનું કન્ટેન્ટ પ્લેટલેટ વધારવામાં મોટો ભાગ ભજવે છે. આ સિવાય એન્ટિ ઇન્ફલામેટરી અને એન્ટિ ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ પણ મળે છે. આથી કહી શકાય કે કોષ્ઠ બહું ગરમ ન હોય તો પપૈયાં ખાવાથી કે તેનાં પણ ખાવાથી કોઈ નુકસાન તો નથી જ થતું.
માર્કેટમાં આવી કેટલીક ટેબ્લેટ્સ પણ અવેલેબલ છે જે એકસ્ટ્રેક્ટ સ્વરૂપે પપૈયાંનાં પાન ઉપલબ્ધ કરાવે છે.
ફેલાવો
- મોટેભાગે ડેન્ગ્યુ આફ્રિકા અને એશિયાના દેશોમાં જોવા મળે છે અને અમેરિકાના અમુક વિસ્તારોમાં પણ ફેલાયેલો રોગ છે.
વર્ષે દહાડે 40 કરોડ લોકોને ઇન્ફેકશન થાય છે અને 10 કરોડ લોકો આ રોગથી બીમાર થાય છે જે ગંભીર બાબત છે.
આમાંથી અંદાજે 40 હજાર લોકો ડેન્ગ્યુનાં કારણે જીવ ગુમાવે છે.
સાવધાની અને બચાવ
- આહાર બરાબર લેવો જોઈએ અને ઇમ્યુનિટીનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમે જલ્દી સાજા થઈ શકો
-ડેંગયુથી બચવા માટે મચ્છરથી બચવું જરૂરી છે. આ માટે મચ્છરનો ફેલાવો અટકાવવા માટે બનતા તમામ પ્રયાસો કરવા જોઈએ.
- ડેન્ગ્યુનાં મચ્છર ચોખ્ખા પાણીમાં થઈ શકે છે માટે પાણીનો સંગ્રહ ન્ કરવો. અથવા જ્યાં કરેલો હોય તે ભાગ બંધ ઢાંકીને રાખવો.
- ટાયર, ડોલ, કન્ટેનર્સ, ઝાડના થડમાં પડેલા કાણાં, પડી રહેલા પાઇપ વગેરેમાં આવું પાણી ભરાઈ રહે છે.
- લીમડા, કપૂર વગેરેનો ધૂપ કરવો જોઈએ
- લારવીસાઈડ્સ એટલે કે જંતુનાશકોનો છંટકાવ પણ કરી શકાય
- મ્યુનિસિપાલિટી દ્વારા કરવામાં આવતા છંટકાવને સપોર્ટ કરો
- બને એટલી સ્વચ્છતા વધારે રાખવી જોઈએ તથા મોસકીટો રિપેલન્ટસનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ
- આ સિવાય મુસાફરી કરતાં વખતે પણ ઋતુ અને સ્થળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં મોટા પ્રમાણમાં મચ્છરો જોવા મળે છે.