બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: રણબીરની એનિમલમાં 26 સેકન્ડનો હટાવી દીધેલો ધાંસુ સીન વાયરલ, ફેન્સ રેડ્ડી પર ભડક્યા
Last Updated: 05:06 PM, 9 August 2024
અભિનેતા રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ' તેની રિલીઝના લગભગ આઠ મહિના પછી પણ ચર્ચાનો વિષય છે. હવે ફિલ્મમાંથી એક ડિલીટ કરાયેલ સીન વાયરલ થયો છે જે ફિલ્મમાં નહોતો. તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ડિલીટ કરેલા સીનથી ચાહકો ચોંકી ગયા છે કે તેને ફાઈનલ કટથી કેમ દૂર રાખવામાં આવ્યો. જેમાં રણબીર કપૂર નશામાં ધૂત જોવા મળે છે અને ફ્લાઈટના કોકપીટમાં જતા પહેલા ડ્રિંક પીવે છે. વીડિયોમાં તે પાઈલટના ખભા પર ટેપ કરે છે અને તેને કહે છે કે તેણે સીટ પરથી ખસી જવું જોઈએ.
ADVERTISEMENT
not gonna forgive @imvangasandeep anna for removing this scene in the movie, it's a pure display of Ranbir showing his silence and agony after k*lling his brother, especially that lifting off at the end 🙏#RanbirKapoor pic.twitter.com/XDl0TMjjgL
— 𝙑 ♪ (@RKs_Tilllast) August 7, 2024
ADVERTISEMENT
હવે રણબીર અને એનિમલના ચાહકો સંદીપ વાંગા રેડ્ડી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ એનિમલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી, આ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાન્ના, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મના ક્લાઈમેક્સમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનો બીજો ભાગ એનિમલ પાર્ક પણ આવશે. પરંતુ તે પહેલા જ ફિલ્મનો એક ડીલીટ સીન લીક થયો છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર લોહીલુહાણ હાલતમાં છે, તે ડ્રિંક બનાવે છે અને પીતા પીતા કોકપિટ તરફ આગળ વધે છે. રણબીરના મોંમાં સિગારેટ છે અને તે પાયલોટના ખભાને ટેપ કરીને તેને દૂર જવાનો સંકેત આપે છે અને મોંમાં સિગારેટ લઈને પાયલટની સીટ પર બેસી જાય છે. આ દ્રશ્યમાં કોઈ સંવાદ નથી અને પૃષ્ઠભૂમિમાં પાપા મેરી જાનનું BGM વાગી રહ્યું છે.
વધુ વાંચો : એડલ્ટ ફિલ્મ સ્ટારના ટેગની સની લિયોની નારાજ, ફેન્સને કહી આ વાત, છલકાયું દર્દ
આ વીડિયો વાયરલ થયો છે ત્યારે ફેન્સ કોમેન્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સ સંદીપ વાંગા રેડ્ડીને ટેગ કરી રહ્યા છે અને પૂછે છે કે ફિલ્મમાંથી આટલો સારો સીન કેમ હટાવી દેવામાં આવ્યો? હવે આ ડિલીટ કરેલા સીન જોયા બાદ ચાહકો માંગ કરી રહ્યા છે કે ડાયરેક્ટરની કટ ફિલ્મ તેમને બતાવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.