Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

પરિજનોની પ્રચાર હૂંફ / સત્તાના આસન સુધી પહોંચાડવા નેતાઓના પરિજનો કરી રહ્યા છે પ્રચાર

સત્તાના આસન સુધી પહોંચાડવા નેતાઓના પરિજનો કરી રહ્યા છે પ્રચાર

રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. દરેક પક્ષના કાર્યકરો અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. સભા, સરઘસો અને રેલીઓ યોજાઈ રહી છે. સમર્થકો અને ટેકેદારો પોતાના નેતાઓને જીત અપાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે ત્યારે ઉમેદવારોના કુટુંબીજનોને ઘરે બેસી રહેવું પાલવે તેમ નથી. આથી ઉમેદવારોના પરિવારજનો પણ પોતાના ઘરના મોભી કહો તો મોભી અને પક્ષના નેતા કહો તો નેતા તેમને જીત અપાવવા ઘર મૂકીને શેરીઓ અને સડકો પર ઉતરી આવ્યા છે. ત્યારે કેવો છે નેતાઓના પરિજનોનો પ્રચારવ્યૂહ. જોઈએ આ અહેવાલ.

Image result for tharad mla

બનાસકાંઠા

બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસે બન્ને દિગ્ગજ ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે હાલ બંને ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જીત અપાવવા માટે તેમની પત્ની અંજુબેન પણ વોટ માંગવા માટે મેદાને ઉતર્યા છે. અંજુબેન વહેલી સવારે ઘરે ઘરે ફરીને વોટ માટે અપીલ કરી રહ્યા છે, તેમના આખા પરિવારની મહિલાઓ પણ આમાં જોડાઈ છે અને પોતાના મત વિસ્તારમાં ઘરે ઘરે ફરીને આ ઉંમરે અને આવા ધમધોખતા તાપમા પણ પ્રચાર કરી રહયા છે. સાથે સાથે તેમના પૌત્ર વધુ તેમની પુત્રી અને તેમના પૌત્રીઓ પણ પ્રચાર સંપર્કમાં તેમનો સાથ આપી રહ્યા છે અને તેઓ પણ બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

પોરબંદર

કોઈ પણ ચૂંટણીમાં વિજેતા બનવા માટે તમામ ઉમેદવારોએ ચૂંટણી ટાણે રાજકીય શત્રુનો પણ સાથ લેવો પડે છે. ત્યારે આતો ઉમેદવારોના પરિવારજનો છે તેઓ કેમ ઘરે બેસી રહે? પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પોતે પોતાના કર્યકારો સાથે સતત પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે તેમના પરિવારજનો પણ આ પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા છે, રમેશ ભાઈ ધડુકના ધર્મ પત્ની મંજુલા બેન હાલ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ગળામાં કેસરિયો ખેસ નાખીને એક એક ગલી અને એક એક એક ઘરે મત માટે અપીલ કરી રહ્યા છે. સવાર સવારમાં ઘરના તમામ કામ કાજ પુરા કરી કરીને પોતાનાની ીમ લઈને એક એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે અને રમેશભાઈને વિજયી બનાવવા માટે વિનંતી કરી રહ્યા છે.
 
Image result for અમિત શાહે

ગાંધીનગર

ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ તરફથી અમિત શાહે ઉમેદવારી નોધાવી છે ત્યારે કોંગ્રેસમાંથી ચતુરસિંહ ચાવડાએ ઉમેદવારી નોધાવી છે. બન્ને પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ ચૂટણી પ્રચારની કામગીરીમાં પરિવારનો સહકાર પણ ખૂબ જરૂરી બની જતો હોય છે. ત્યારે સી.જે.ચાવડાનાં દીકરી પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પિતાના પ્રચારકાર્યમાં મદદ રૂપ થઇ રહ્યા છે. સીજે ચાવડાનાં દીકરી નેતૃત્વ પરિવર્તનના મુદ્દાને લઈને ચૂટણી પ્રચાર કરી રહી રહ્યા છે. પ્રીયાંસી ચાવડાએ ચૂંટણીપ્રચાર માટે સોશિયલ મીડિયા અપનાવ્યું છે. પોતાના મેડિકલના અભ્યાસની સાથે સાથે કોલેજ ગ્રૂપમાં પણ ચૂંટણીપ્રચાર કરીને પિતાને અને પક્ષને મદદરૂપ થઈ રહ્યા છે.

પશ્ચિમ અમદાવાદ 

લોકસભાની ચુંટણીમાં દરેક પક્ષના ઉમેદવાર પણ ચુંટણી પ્રચારમાં જોર શોર થી જોડાયા છે ત્યારે અમદાવાદ ની સૌથી વધુ મહત્વની ગણાતી એવી પશ્ચિમની સીટના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી પણ પ્રચારમાં જોડાયા છે. આ કામગીરીમાં પરિવારજનો પણ સાથ સહકાર આપી  રહ્યા છે. ભાજપના ઉમેદવારે કિરિટ સોલંકીના પત્ની અને તેમના પુત્રવધૂ પણ આ પ્રચારકાર્યમાં જોડાઈને કિરીટ સોલંકીનું કામ આસાન કરી રહ્યા છે.
 
Image result for કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગીતા પટેલ


પૂર્વ અમદાવાદ
 
અમદાવાદ પૂર્વની લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગીતા પટેલને  ટીકીટ મળી છે. પાટીદાર વર્ગ પૂર્વમાં વસેલો છે ત્યારે ગીતા પટેલે ભાજપના હસમુખ પટેલ સામે જંગી બહુમતીથી જીતવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે અને ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે તેમના પરિવારજનો પણ તેમના પ્રચારકાર્યમાં તેમને સહયોગ આપીને તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. ગીતા બેન સાથે  ત્યારે એક પરણિત સ્ત્રીની કામગીરીમાં પરિવારનો ફાળો પણ મોખરે જોવા મળતો હોય છે.

ટૂંકમાં ક્ષેત્ર ગમે તે હોય, ચાહે રાજકારણ હોય કે, અભ્યાસ હોય. પરિવારના સાથ સહકાર વગર મંજિલ સુધી પહોંવું સરળ નથી હોતું. આ વાત સૌ કોઈની જેમ ચૂંટણીમેદાને ઉતરેલા ઉમેદવારોના પરિવારજનો અને ઉમેદવારો સારી રીતે સમજી શક્યા છે અને એટલે જ તો સત્તાના આસન સુધી પહોંચાડવા માટે પોતાનો હૂંફ સભર સહકાર આપી ઉમેદવારોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ