બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LCB beats up two youths of Thakor community, warns of Gujarat shutdown, collector says give 48 hours

રોષ / ઠાકોર સમાજના બે યુવાનોને LCB એ માર મારતા ગુજરાત બંધની ચીમકી, કલેક્ટરે કહ્યું 48 કલાક આપો

Malay

Last Updated: 03:54 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વામૈયા ગામના બે યુવકોને ગાડી પાર્ક કરવા મામલે એલસીબી પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવતા પાટણમાં અખિલ ભારતીય ક્ષત્રિય મંચ દ્વારા રેલી કાઢી જવાબદાર એલસીબીના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવતા કલેકટરે 48 કલાકમાં એક્શન લેવાની હૈયા ધારણા આપી હતી.

  • બે યુવકોને પોલીસ સ્ટેશન લઈ જઈ માર માર્યાનો મામલો
  • પાટણમાં ખુદ કાયદાના રક્ષક બન્યા હતા ભક્ષક
  • અખિલ ભારતીય ક્ષત્રિય મંચ દ્વારા રેલી કાઢી કરાઈ માંગ
  • કલેકટરે 48 કલાકમાં એક્શન લેવાની આપી હૈયા ધારણા

પાટણના સરદાર કોમ્પલેક્ષમાં ગાડી પાર્ક કરવાની નજીવી બાબતે વામૈયા ગામના ઠાકોર સમાજના બે યુવકોને પોલીસકર્મીના ભાઈ સાથે ઝઘડો થતાં LCB પોલીસના કર્મચારી દ્વારા બંને યુવકોને ઢોરમાર મારવામાં આવતા ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણમાં આજે અખિલ ભારતીય ક્ષત્રિય મંચ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો 'ખાખી વર્દી શરમ કરો', 'જાલીમ પોલીસ હાય હાય', 'રક્ષક બન્યા ભક્ષક' તેવા લખાણ સાથેના બેનરો લઇને જોડાયા હતા.

LCB પોલીસ વિરુદ્ધ કરાયા સૂત્રોચ્ચાર  
આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય ક્ષત્રિય મંચ દ્વારા LCB પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જે બાદ અખિલ ભારતીય ક્ષત્રિય મંચના આગેવાનો દ્વારા જવાબદાર એલસીબીના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જો યુવાનોને ન્યાય નહીં મળે તો ગુજરાત બંધનું એલાન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 

'આતંકવાદી સાથે ન થાય તેવો વ્યવહાર આ બે દિકરાઓ સાથે થયો'
આ તકે ક્ષત્રિય સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, 'આતંકવાદીઓ, નક્સલવાદીઓ, દુષ્કર્મીઓ સાથે જે વ્યવહાર ન થાય એવો વ્યવહાર વેપારી કક્ષાના દિકરાઓ સાથે થયો છે. જવાબદાર સામે તત્કાલપણે ડિસમિશ, સસ્પેન્ડ, વિવિધ કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવે તેવી બુલંદ માંગ સાથે આજે અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ. જો માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ બેસીશું, પાટણ બંધનું એલાન પણ આપીશું. જરૂર પડશે તો ગુજરાતના 33 જિલ્લાઓમાં આવેદનપત્ર પણ આપીશું. ગુજરાત બંધનું એલાન આપીશું.

શું છે સમગ્ર મામલો 
- પાટણના સરસ્વતીનગરના વામૈયાના બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોર નામના 2 યુવકોને પોલીસે બેફામ માર માર્યો હોવાની રાવ ઉઠી છે. પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા બંન્ને યુવકો ગાડી લઇને પસાર થઇ રહ્યા હતા. આ વેળાએ કોમ્પલેક્ષમાં ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે પોલીસકર્મીના ભાઇ સાથે ઝઘડો થયો હતો. જે બાદ એલસીબી પોલીસ બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોરને ઉઠાવી ગઇ હતી.

- જ્યાં બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોરને દંડા-પટ્ટાથી આડેધડ માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવાનને ગંભીર ઇજા પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. જેને લઇને ગંભીર હાલતમાં બંને યુવકોને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 

- બે ભાઈઓને પાટણ LCB પોલીસના કર્મચારી દ્વારા માર મારવામાં આવતા ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સમાજના અગ્રણીઓ દ્વારા કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી કાઢી એસ.પી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ એસ.પી દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ ડીવાયએસપીને સોંપાઈ હતી. 

- બી ડિવિઝન પોલીસ દ્વારા ગાડી પાર્ક કરનાર યુવક રાહુલ પટેલ, એલસીબી પી.આઈ આર.કે અમીન, પોલીસ કર્મચારી ગણપતભાઈ, અંબાલાલ તેમજ અન્ય એક પોલીસકર્મી મળી કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ