વડોદરા / DyCM નીતિન પટેલ પર જૂતું ફેંકાવનારને LCBએ ઝડપી પાડ્યો, આ શખ્સે રચ્યું હતું ષડયંત્ર

LCB arrest Rashmin Patel throwing shoe DyCM Nitin Patel karjan

કરજણના કુરાલી ગામે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે આ મામલે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે હવે LCBએ જૂતું ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મીન પટેલને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોંગ્રેસનો સક્રિય કાર્યકર હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસે કહ્યું કે, રશ્મીન પટેલે જૂતું ફેંકાવ્યું છે, ફેંક્યું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ