બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:36 PM, 28 October 2023
ADVERTISEMENT
રૂપનગરનાં જ્ઞાની જેલસિંહ નગરમાં રહેનારા વકીલ દીકરાએ નિર્દયતાની સીમાઓ પાર કરી છે. વકીલ દીકરો અને તેની પત્ની પોતાની વૃદ્ધ બીમાર માતાની સાથે મારપીટ કરતાં હતાં અને પૌત્ર પણ પોતાના માતા-પિતા સાથે મળીને દાદીને મારતો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં મામલો સામે આવ્યો.
Shocking: The police have rescued a 73-year-old woman from her own home after her daughter alleged that she was being tortured by the victim’s son and his wife. Ankur Verma, a lawyer from Ropar, his wife Sudha, and a juvenile were seen mercilessly assaulting the elderly woman in… pic.twitter.com/N2xGKszuHu
— Gagandeep Singh (@Gagan4344) October 28, 2023
ADVERTISEMENT
પોલીસે દીકરાની ધરપકડ કરી
બીમાર વૃદ્ધ મહિલાને માર મારતાં વકીલ પુત્રને રૂપનગર પોલીસે પકડી પાડ્યો છે. લુધિયાણાની સમાજસેવી સંસ્થા મનુખતા દી સેવાએ આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી હતી જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. મામલો સામે આવતાની સાથે જ રૂપનગર પોલીસે વકીલ પુત્ર અંકુર વર્મા, તેની પત્ની સુધા વર્મા અને સગીર પુત્ર કરિશ્મા વર્માની સામે કેસ નોંધ્યો છે.
વકાલતનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય
એડવોકેટ અંકુર વર્મા દ્વારા પોતાની માતા સાથે કરવામાં આવેલ આ નિંદનીય કૃત્યની સામે જિલ્લા બાર એસોસિએશને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. એસોશિએશનનાં પ્રધાન એડવોકેટ અમરીક સિંહ કટવાલની અધ્યક્ષતામાં થયેલ બારની કાર્યકારિણી બેઠકમાં અંકુર વર્માની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે. બાર અધ્યક્ષે જણાવ્યું કે અંકુર વર્મા દ્વારા પોતાની માં સાથે કરવામાં આવેલ દુર્વ્યવહાર શરમજન્ય છે અને માફીને લાયક નથી. પંજાબ અને હરિયાણા બાર એસોસિએશનને બાર તરફથી વકાલતનું લાયસન્સ રદ કરવાને લઈને પત્ર લખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.