બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Bhavnagar માં અપહરણ અને ખંડણીની ઘટના છતા પોલીસ ફરિયાદ નથી દાખલ કરી રહી
Last Updated: 09:53 PM, 24 June 2025
Bhavnagar News : ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનાં નામે પોલીસ માત્ર રાત્રે 12 વાગ્યે સમગ્ર શહેરની દુકાનો જ બંધ કરાવે છે. તે સિવાય કાયદો અને વ્યવસ્થા માટેની કોઇ પણ પ્રકારની વ્યવસ્થા સચવાતી હોય તેવું લાગી નથી રહ્યું. જાહેરમાં એક આહિર યુવકની હત્યા પારિવારિક વિખવાદમાં કરવામાં આવી હોવાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં ફરી એક ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ માત્ર ઓળખાણનાં આધારે જ કામ કરતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાવનગરમાં ખુલ્લેઆમ અપહરણ છતા પોલીસ સંબંધો નિભાવી રહી છે
ભાવનગરમાં બે યુવકોનું ખુલ્લેઆમ અપહરણ કરીને તેમને રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં લઇ જઇને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહી તે પૈકીનાં એક યુવકને નગ્ન કરીને તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. બંન્ને યુવકોને ઢોર માર માર્યા બાદ એક યુવકના મોબાઇલમાંથી મેમરીકાર્ડ કાઢી લેવામાં આવ્યું હતું. તેમાં યુવકના પરિવારનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 3000 રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં તું અમારા નિશાનનો ઉપયોગ નહી કરેને તેવી પણ ધમકી આપવામાં આવી હતી. તે યુવક પાસે માફી મંગાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાત / અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના ટાઈમ અને સ્ટેશનોમાં ફેરફાર, જુઓ લિસ્ટ
બે યુવકોને ઢોરમારમારાયો છતા પોલીસનું ભેદી મૌન
ADVERTISEMENT
ભાવનગરમાં 2 યુવકોના તાલીબાની સજાની ઘટના પ્રકાશમાં આવી હતી. ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છતા કાયદાના રક્ષકો ફરિયાદ દાખલ કરવા તૈયાર નથી. યુવકોની તાલીબાની સજાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આરોપ લગાવાયો હતો. પહેલા અપહરણ બાદ આપી તાલીબાની સજા.13- 5- 2025ના દિવસે ઘટના બની હતી. 2 યુવકોને ઢોર માર મારી વીડિયો કર્યો વાયરલ કર્યો હતો. જો કે પોલીસ માર મારનારા યુવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી નથી. પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.