SUZUKI મોટરસાઇકલ ઇ્ન્ડિયા (SMIPL)એ ભારતીય માર્કેટમાં પોતાનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. Access125 નામથી લોન્ચ કરાયેલા સ્કૂટરમાં કંપનીએ કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ (CBS)ની સુવિધા આપી છે. આ સાથે એમાં બીજા નવા કલરના વિકલ્પ પણ આપ્યા છે.
કંપનીનો દાવો છે કે Access 125માં એડવાન્સ્ડ એસઇપી ટેકનિક છે જે ઇંધણની બચત કરે છે. ઇંધણની બચતની સાથેસાથે એમાં પાવર અને પર્ફોમન્સ બંને દમદાર છે. નવા Access 125ની CBS ટેકનોલોજીમાં બ્રેકની સિસ્ટમ વધારે સંતુલિત છે. SUZUKI Access 125માં લાંબી અને આરામદાયક સીટ વધારે સીટ સ્ટોરેજ સુવિધાજનક ફ્રન્ટ પોકેટ વૈકલ્પિક ડીસી સોકેટ તેમજ ડ્યુઅલ યુટિલિટી હુક્સ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે કંપનીએ Access 125 CBSને 58 980 રૂ.ની શરૂઆતની કિંમતમાં રજૂ કર્યું છે. Access125 7 000 RPM પર 7 PS પાવર તેમજ 10 500 RPM પર 10 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. સેફ્ટી માટે એમાં સ્ટીલ ફ્રન્ટ ફેન્ડર તેમજ લેગ શિલ્ડ છે.