બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઈલમાં સ્ટોરેજની ઝંઝટ ખતમ, દુનિયાનું પહેલું 2 TBનું માઈક્રો SD કાર્ડ લોન્ચ
Last Updated: 11:50 PM, 18 January 2025
વર્તમાનમાં તો વ્યક્તિ જે વિચારી શકે તે શક્ય છે. ટેક્નોલોજીની મદદથી એક બાજુ આપણે પોતાના રૂટિનના કામને સરળ બનાવી શકો છો, બીજી બાજુ આપના કેમેરા એટલા સક્ષમ થઈ ગયા છે કે હાઇ ક્વોલિટીની ફોટોસ લેવામાં પણ સક્ષમ થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ વિડીયો પણ હાઇ ડેફિનેશન (HD) થવા લાગ્યા છે. એવામાં આ ડેટાને સ્ટોર કરવો પણ ખૂબ જરૂરી છે. હાઇ ક્વોલિટી ફોટો અને વિડીયો સેવ કરવા માટે આપણે વધુ સ્ટોરેજની જરૂર હોય છે. પરંતુ અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે 1TB કે 2TBની હાર્ડ ડિસ્ક આવે છે. પરંતુ સમસ્યા છે કે પેનડ્રાઇવ કે SD Card ખૂબ ઓછી સ્ટોરેજ સાથે આવે છે. પરંતુ હવે આ સમસ્યા પણ સોલ્વ થઈ ગઈ છે.
ADVERTISEMENT
અમેરિકાની ડેટા સ્ટોરેજ કંપની પોતાની બ્રાન્ડ SanDisk હેઠળ ભારતમાં દુનિયાની સૌથી ઝડપી 2TB SD Card લોન્ચ કર્યું છે. આ કાર્ડ તે ક્રીએટર્સ અને પ્રોફેશનલ્સ માટે બનાવવામાં આવ્યું છે કે જેમને પોતાના ડિવાઇઝ માટે ફાસ્ટ અને વિશ્વાસુ સ્ટોરેજની જરૂર હોય છે. આ કાર્ડની વિશેષતા ઝડપી અને હાઈ-પરફોર્મન્સ ડિવાઇઝનો આદર્શ સાથી પણ બનાવે છે. આના માધ્યમે હાઇ-સ્પીડ ડેટા ટ્રાન્સફર, 4K UHD વિડીયો રેકોર્ડીંગ અને તરત એપ લોડિંગ શક્ય છે. આ સ્ટોરેજની કિંમત 16,997 રૂપિયા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
4K UHD વિડિયો કેટલો સમય સંગ્રહિત રહેશે?
વેસ્ટર્ન ડિજિટલનું આ SanDisk Extreme PRO microSDXC UHS-I કાર્ડ તેની શ્રેણીમાં સૌથી ઝડપી હોવાનું કહેવાય છે. તે 250MB પ્રતિ સેકન્ડની રીડ સ્પીડ અને 150MB પ્રતિ સેકન્ડની રાઇટ સ્પીડ આપે કરે છે. આનો અર્થ એ થયો કે આ કાર્ડનો ઉપયોગથી 4K UHD વિડિઓઝ રેકોર્ડ કરવા અને ભારે ફાઇલો ટ્રાન્સફર કરવાનું અત્યંત સરળ અને ઝડપી બની જાય છે. 2TB ની વિશાળ સ્ટોરેજ ક્ષમતા વપરાશકર્તાઓને 2,808 મિનિટ સુધી 4K UHD વિડિયો સ્ટોર કરવાની શક્તિ આપે છે.
વધુ વાંચો: બે બાળકો હોય તો મમ્મી-પપ્પાને વધારે વહાલું કોણ? રિસર્ચમાં સચોટ ખુલાસો
આ માઇક્રોએસડી કાર્ડ એક્શન કેમેરા, ડ્રોન, એન્ડ્રોઇડ ડિવાઇસ અને ગેમિંગ કન્સોલ જેવા ડિવાઇસ માટે પરફેક્ટ છે. સાથે જ, તેનો ઉપયોગ DSLR કેમેરા, કેમકોર્ડર અને લેપટોપ સાથે કરી શકાય છે. આ કાર્ડ ફક્ત ઝડપી કામગીરીની સાથે RescuePRO Deluxe સોફ્ટવેર સુવિધા વપરાશકર્તાઓને 2 વર્ષ સુધી ખોવાયેલી અથવા ડિલીટ ફાઇલોને ફરી મેળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, કંપનીએ આ ડિવાઇસ પર લાઈફટાઈમ લિમિટેડ વોરંટી પણ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.