Launch of the world's smallest smartphone! 14 Special Features at Cheap Price
ટેકનોલોજી /
દુનિયાનો સૌથી નાનો સ્માર્ટફોન લોન્ચ ! સસ્તી કિંમતમાં 14 ખાસ ફીચર્સ
Team VTV02:10 PM, 11 Jan 20
| Updated: 03:54 PM, 11 Jan 20
દુનિયાનો સૌથી નાનો સ્માર્ટફોન થયો લોન્ચ! સસ્તી કિંમતમાં મળશે 14 ખાસ ફીચર્સ, 7 દિવસ ચાલશે બેટરી, અંગુઠા જેટલી સાઈઝના આ ફોનમાં છે મજેદાર ખાસિયત, કંપનીએ Zanco tiny T1 પણ લોન્ચ કર્યો હતો.
કંપનીએ Zanco tiny T1 પણ લોન્ચ કર્યો હતો.
7 દિવસ ચાલશે બેટરી
કંપનીએ Zanco tiny T1 પણ લોન્ચ કર્યો હતો.
ઇંગ્લેન્ડની કંપની Zini Mobiles એ દુનિયાનો સૌથી નાનો ફોન Zanco tiny t2 લોન્ચ કર્યું છે. 3G ટેકનોલોજી ફોનની સાઈઝ એક અંગુઠા બરાબર છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ પહેલા પણ કંપનીએ Zanco tiny T1 પણ લોન્ચ કર્યો હતો. અને આ નવો ફોન પણ અપગ્રેડેડ વર્જન છે. આ ફોનમાં યુઝર્સને કેમેરાની પણ સુવિધા મળશે. સાથે આ ફોનમાં બીજા 13ફીચર્સ પણ છે. ખાસ વાત તે છે કે આ ફોનનું માત્ર ૩૧ ગ્રામ વજન છે. અને ફોનમાં 3G ડીવાઈસ, બ્લ્યુટુથ કનેક્ટિવિટી અને SOS મેસેજ ફંક્શન પણ છે.
હાલ ફોનને યુએસ માર્કેટમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે જેને યુઝર્સ અધિકારીક વેબસાઈટ પરથી બુક કરાવી શકે છે.
આ સ્માર્ટફોનમાં કેમેરો,વિડીયો રેકોર્ડીંગ, MP3, MP4,ગેમ્સ, કેલેન્ડર જેવા ઘણા ફીચર્સ છે. ફોનમાં કેલેન્ડર અને આલાર્મ ક્લોક સેટ કરવાના પણ ઓપ્શન છે. એટલું જ યુઝર્સ FM રેડિયોનો પણ ઉપયોગ કરી શકે છે.
ફોનમાં કોલિંગ,ટેક્સ્ટ મેસેજની પણ સુવિધા છે. મેમરી કાર્ડની વાત કરીએ તો ફોનમાં 32GBની સ્પેસ આપે છે અને માઈક્રોએસડી કાર્ડ પણ નાખી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો Zanco Tiny T2 મહત્વની વાત તે છે. ફોટો ક્લિક કર્યા બાદ યુઝર્સ એસડી કાર્ડની મદદથી સીધો જ બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકે છે. અને ૭ દિવસ સુધી બેટરી ચાલી શકે છે.