Launch of Foreign Post Service in Surat from today
આકરા પ્રહાર /
આ વર્ષે ભૂખમરાથી કોઈ મર્યા નથી, આગળના PM હોત તો કેટલાય મર્યા હોત: પાટીલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
Team VTV12:15 PM, 03 Nov 21
| Updated: 12:23 PM, 03 Nov 21
સુરતમાં આજથી ફોરેન પોસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમા સી.આર.પાટીલે હાજરી આપી ને વિકાસના કામો વિશે માહિતી આપી હતી. સાથેજ કોરોમા મહામારીને લઈને તેમણે આકરા પ્રહાર કર્યા હતા.
સુરતમાં આજથી ફોરેન પોસ્ટ સેવાનો પ્રારંભ
સી.આર.પાટીલની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો
કોરોના મહામારીને લઈ વિપક્ષ પર પાટીલના આકરા પ્રહાર
સુરતમાં આજથી ફોરેન પોસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આજે સી.આર.પાટીલ તેમજ મંત્રી દેવુંસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતી. આ કાર્યક્રમમાં સી આર પાટીલે કહ્યું કે ઘણા વર્ષોની માંગણીઓ આજે કેન્દ્ર સરકારે પૂર્ણ કરી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે સુરત માટે હાલ ગોલ્ડન પિરિયડ છે.
સુરતથી બીલીમોરા માત્ર 19 મિનિટમાં પહોચી શકાશે
સી. આર. પાટીલે આ કાર્યક્રમમાં કહ્યું કે હવે સુરતથી બિલીમોરાની ટ્રેન શરૂ થસે. જેમા તેમણે કહ્યું કે હવે સુરતથી બીલીમોરા માત્ર 19 મિનિટમાં પહોચી શકાશે. સાથેજ તેમણે કહ્યું કે સુરતથી રાજકોટ, ભુજ, અમરેલી અને ભાવનગરની ફ્લાઈટને પણ મંજૂરી મળી ગઈ છે. જેથી એક સપ્તાહમાં હવે ફ્લાઈટ પણ શરૂ થઈ જશે.
હવે સુરતથીજ હિરા એક્સપોર્ટ થશે
વધુમાં આ પ્રસંગે પાટીલે કહ્યું કે મુંબઈથી એક્સપોર્ટ થતા હિરા પણ સુરતનાજ હોય છે. જેથી હવે સુરતથી હિરા એક્સપોર્ટ કરવામાં આવશે. સાથેજ તેમણે હીરા બુર્સ પર કહ્યું કે હીરા બુર્સ સેવન સ્ટાર સુવિધા છે. જેથી હીરા બુર્સ સુરતજ નહી પરંતુ દેશનું નજરાણું બનશે.
તાપીમાં ડ્રેનેજનું પાણી રોકવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ થશે શરૂ
તાપી નદીમાં જે ડ્રેનેડનું પાણી આવતું હોય છે તેને રોકવા માટે પાટીલે કહ્યું કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે ફોરેન પોસ્ટ પણ ખૂબ જલ્દી શરૂ કરવામાં આવશે. નવી ટીપી બને તેમા પોસ્ટઓફિસનું મકાન પણ સુરત મનપા દ્વારા બનાવી આપવામાં આવશે.
વિપક્ષ પર પાટીલના આકરા પ્રહાર
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પાટીલે કહ્યું હતું કે 100 વર્ષમાં આવી એક મહામારી આવતી હોય છે. તેવું પીએમ મોદીએ કહ્યું હતું. અગાઉ જે મહામારી આવી હતી તેમા લોક ભૂખમરાને કારણે મર્યા હતા. જોકે આ મહામારીમાં ભૂખમરાને કારણે કોઈ નથી મર્યું. સાથેજ પાટીલે વિપક્ષ પર પ્રહાર કરતા એવું પણ કહ્યું કે આગળના પ્રધાનમંત્રી હોત તો ત્યારે કોરોના આવ્યો હોત તો ઘણા લોકો મર્યા હોત