બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ તો ભારે કરી! વધારે હસવાથી પણ હાર્ટ એટેકનો ખતરો, જે બની શકે મોતનું કારણ

OMG / આ તો ભારે કરી! વધારે હસવાથી પણ હાર્ટ એટેકનો ખતરો, જે બની શકે મોતનું કારણ

Last Updated: 06:08 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હસવાની શરીર પર ઘણી અસરો થાય છે. જોકે, વધુ પડતું હસવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણી વખત લોકો તણાવ દૂર કરવા અને આરામ કરવા માટે હસે છે. આનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે પણ હસવાથી તમારું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે.

તમને ખ્યાલ જ હશે કે હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે. પરંતું જ્યારે તમને ખબર પડશે કે હસવાથી તમારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે ત્યારે તમારી પ્રતિક્રિયા શું હશે? હસવું સ્વાસ્થ્ય માટે સારું છે પણ વધુ પડતું હસવાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે. ઘણી વખત લોકો તણાવ દૂર કરવા અને આરામ કરવા માટે હસે છે. આનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે પણ હસવાથી તમારું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. તમારા માટે હસવાનું શીખવું મહત્વપૂર્ણ છે.

laughing.jpg

જો કે ફક્ત હસવાથી કોઈનું મૃત્યુ થતું નથી. વધુ પડતા હસવાથી થતી સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. 1975માં એલેક્સ મિશેલ નામનો એક માણસ 'ધ ગુડીઝ'ના 901 કુંગ ફુ કેપર્સ એપિસોડ જોતી વખતે એટલું હસ્યો કે તેનું મૃત્યું થઈ ગયું. તેમની પૌત્રીને પણ લોંગ ક્યુટી સિન્ડ્રોમ નામની હૃદય રોગને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે મિશેલનું મૃત્યુ પણ આ જ કારણસર થયું હતું. ડેમનોએન સેન-ઉમ નામનો બીજો એક માણસ લગભગ બે મિનિટ સુધી સતત હસ્યા પછી ઊંઘમાં મૃત્યુ પામ્યો. રિપોર્ટ સૂચવે છે કે તે કાં તો ગૂંગળામણનો કેસ હતો અથવા હૃદયરોગનો હુમલો હતો.

laughter

જો કે ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જે હસવાથી થતા મૃત્યુ પાછળના રહસ્યને વધુ વધારે છે. આનું કારણ શરીર પર વધુ પડતું હસવાની શારીરિક અસરો હોઈ શકે છે. જેને ઉન્માદપૂર્ણ હાસ્ય પણ કહેવામાં આવે છે. હકીકતમાં જોરથી હસવાથી ફેફસાં, હૃદય અને મગજ પર ઘણો ભાર પડે છે.

smile-4

હસવાથી મૃત્યુ કેમ થાય છે?

દરેક માનવીના શરીરની રચના અને શરીરની સ્થિતિ અલગ અલગ હોય છે. એવું માનવામાં આવે છે કે ક્યારેક લાંબા સમય સુધી સતત હસવાથી શ્વાસ બંધ થઈ જાય છે, જેના કારણે હાર્ટ એટેક અથવા શ્વાસ બંધ થવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. જોકે, દુનિયાભરમાં હસવાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઓછી છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ પેટ પકડીને લાંબા સમય સુધી હસતો રહે છે, અને પછી અચાનક શ્વાસ બંધ થવાથી અથવા હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થાય છે.

તમને જણાવી દઈએ કે 2013 માં મહારાષ્ટ્રમાં 22 વર્ષનો મંગેશ ભોગલ તેના મિત્ર સાથે ગ્રાન્ડ મસ્તી નામની કોમેડી ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન, ભોગલ એટલા જોરથી હસવા લાગ્યા કે તેમને હાર્ટ એટેક આવ્યો. આ ઉપરાંત દુનિયાભરમાં એવી ઘણી ઘટનાઓ બની છે, જ્યારે કોઈ વ્યક્તિ અચાનક લાંબા સમય સુધી હસતો રહે છે અને પછી અચાનક મૃત્યુ પામે છે.

વધુ વાંચો : દર વર્ષે 50000થી વધારે મહિલા બને છે બ્રેસ્ટ કેન્સરનો શિકાર, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ

હસવું ખતરનાક સાબિત થઈ શકે

નિષ્ણાતોના મતે વ્યક્તિ માટે ખુશ રહેવું અને હસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ક્યારેક જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ હસે છે અથવા પેટ પકડીને જોરથી હસે છે, ત્યારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આવી સ્થિતિમાં નબળા શરીરવાળા લોકોને હૃદયરોગનો હુમલો અથવા શ્વાસ બંધ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ક્યારેક આ સમસ્યા એટલી ગંભીર બની જાય છે કે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Laughingcausedeath Laughing HealthTips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ