વાયુ / હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ, આ તારીખે 135 કિ.મીની ઝડપે આવશે વાવાઝોડું

latest updates on vayu cyclone in gujarat

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી એટલે કે 13 જૂન વહેલી સવારે દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે તેમ પણ જણાવ્યું હતું. આ સાથે હવામાન વિભાગે કહ્યું હતું કે અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ફંટાવવાની શક્યતા નહિવત્ છે તેમ પણ કહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ