વલસાડમાં મોડી રાતે ધોધમાર વરસાદ, રોડ પર ફરી વળ્યા પાણી

By : krupamehta 09:25 AM, 11 July 2018 | Updated : 09:25 AM, 11 July 2018
સુરત: દક્ષિણ ગુજરાતમાં હજી ૩૬ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સમગ્ર વલસાડમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સતત ત્રીજા દિવસે પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદ પડતાં પાણી રોડ પર ફરી વળ્યા હતા. 

વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એમ.જી. રોડ, હાલર રોડ અને તિથલ રોડ પર ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા હતા અને સ્થાનિકો અટવાયા હતા. પારડીમાં 3.4 અને ધરમપુરમાં 2.8 ઇંચ વરસાદ  નોંધાયો છે.

બીજી તરફ, રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે. જો કે, મોડી રાતે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે.  

મહત્વનું છે કે સૌરાષ્ટ્રના ગીર ગઢડા કોડીનાર અને સુતરાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. ઉના, તાલાલા અને વેરાવળમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ તરફ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા. Recent Story

Popular Story