બે દિવસ પહેલા લતાનો વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવાયો છે
લત્તા મંગેશકરની હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હવે તેમના હેલ્થને લઈને હોસ્પિટલે મોટું અપડેટ આપ્યું છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સામદાણીએ કહ્યું કે લત્તા મંગેશકરની તબિયતમાં નજીવો સુધારો થયો છે. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યો છે અને તેમની તબિયત સુધરવા લાગી છે.
Mumbai | Veteran singer Lata Mangeshkar's health condition has marginally improved. Her ventilator support was removed two days ago. She will continue to be under observation in ICU: Dr Pratit Samdani, Breach Candy Hospital
લતા મંગેશકર હવે વેન્ટિલેટર સપોર્ટ પર નહીં
ડોક્ટર પ્રતીત સામદાણીએ કહ્યું કે તેમની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે અને આગામી દિવસમાં હજુ વધારે સુધરવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે લત્તા મંગેશકરનો વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવાયો હતો, આ વાતનો સંકેત છે કે તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.
લતા મંગેશકર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ
લતા મંગેશકર 10 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.