બ્રેકિંગ ન્યુઝ
VTV / Lata Mangeshkar was in love with Raj Singh, Prince of Dungarpur, because of this her dream of marriage was broken
Hiralal
Last Updated: 04:47 PM, 6 February 2022
ADVERTISEMENT
લતા મંગેશકરને જે સૌથી વધારે ટાઈટલની ચાહત હતી તે 'પ્રિન્સેસ ઓફ ડૂંગરપૂર'ની હતી. એક જમાનામાં ડૂંગરપુર રાજસ્થાનનું રજવાડું હતું. જાણીતા ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર રાજ સિંહ ડુંગરપુર સાથે લતાનો ખાસ સંબંધ ખૂબ ચર્ચાયા હતા.
બિકાનેરની રાજકુમારી રાજ્યશ્રીએ લતાની પ્રેમકહાનીને લઈને કર્યો મોટો ખુલાસો
ADVERTISEMENT
ડૂંગરપૂરની બહેનની પુત્રી એવા બિકાનેરની રાજકુમારી રાજ્યશ્રીએ પોતાની આત્મકથા 'પેલેસ ઓફ ક્લાઉડ્સ - અ મેમ્યાર' (બ્લૂમ્સબરી ઇન્ડિયા 2018) માં લખ્યું છે કે બંનેની મુલાકાત ક્રિકેટના દિવાના લતાના ભાઇ હૃદયનાથ મંગેશકર દ્વારા થઇ હતી. હૃદયનાથ મંગેશકર અને ડૂંગરપૂર વચ્ચે મિત્રતા હતી, ત્યારબાદ આ મિત્રતામાં લતાની એન્ટ્રી થઈ અને તેમની મુલાકાત રાજ સિંહ ડૂંગરપૂર સાથે થઈ. ડૂંગરપૂરના રાજવી પરિવારની નજર આ સંબંધ પર હતી એટલું જ નહીં, ડૂંગરપૂર પરિવાર સાથે સંકળાયેલો અન્ય રાજવી પરિવાર આ સંબંધને લાયક દરજ્જો આપી શક્યો નહીં.
રાજસિંહ ડૂંગરપુર ડૂંગરપૂર રજવાડાના મહારાજા લક્ષ્મણસિંહના ત્રીજા પુત્ર હતા
રાજસિંહ ડૂંગરપુર ડૂંગરપૂર રજવાડાના મહારાજા લક્ષ્મણસિંહના ત્રીજા પુત્ર હતા. તેમની ત્રણેય બહેનોના લગ્ન શાહી પરિવારોમાં થયા રાજસિંહ પણ આ પરંપરાનું પાલન કરે તેવું મનાતું હતું.
રાજસિંહની બહેનોને પસંદ નહોતા લતા
રાજ્યશ્રીના જણાવ્યાનુસાર તેમની માતા સુશીલા સિંહ અને માસી લતા અને ડૂંગરપુરના સંબંધોની વિરૃદ્ધ હતા. રાજ્યશ્રી તેમના આત્મકથામાં લખે છે કે લતા મંગેશકરને બોમ્બેના જુના બીકાનેર હાઉસમાં આમંત્રિત કરાયા હતા અને ત્યાં તેમને રાજસિંહ ડૂંગરપુર સાથે છેડો ફાડી નાખવાનું કહેવામાં આવ્યું હોવાનું મારુ માનવું છે.
શું લતા અને રાજસિંહે ગુપ્ત લગ્ન કર્યા હતા
લતા અને રાજસિંહ ડૂંગરપૂરની વચ્ચે ઘણો પ્રેમ હતો. બન્ને વચ્ચે એવી તો વફાદારી હતી કે લગ્ન તો ભલે ન થયા પણ 2009 સુધી તેઓ અવિવાહીત રહ્યાં, એજ વર્ષે રાજસિંહ ડૂંગરપુરનું નિધન થયું હતું બન્ને વચ્ચેની પ્રેમકહાનીનો અંત આવ્યો હતો. બન્નેએ ગુપ્ત લગ્ન કર્યા હોવાનો રાજ્યશ્રીએ ઈન્કાર કર્યો છે.
ખાનગીમાં લતાને આ નામથી બોલાવતા હતા રાજસિંહ
રાજસિંહ ખાનગીમાં લતાને મીઠૂ નામથી બોલાવતા હતા.આ બન્નેએ ઘણા ચેરિટેબલ મિશનમાં એકબીજાની ખૂબ મદદ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.