બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lata Mangeshkar Vtv Exclusive story : Patola was bought from Surendranagar

વિશેષ / લતા દીદીએ ભારત રત્ન સ્વીકારતી વખતે પહેર્યું હતું ગુજરાતનું પટોળું, મુકેશભાઈએ આજે પણ સાચવી રાખ્યો છે 51 હજારનો ચેક

Kavan

Last Updated: 04:30 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામ સાથે હતો અનોખો સંબંધ...પટોળાનું વેચાણ કરતા શ્રી નાગેશ્વરી પટોળા હાઉસના મુકેશભાઈ રાઠોડ પાસેથી વર્ષોથી ખરીદતા હતા પટોળું.

- Kavan V. Acharya

લતા ફૈ...વયા ગયા...આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના(ભગતનું ગામ) વતની અને શ્રી નાગેશ્વરી પટોળા હાઉસના મુકેશભાઈ રાઠોડના. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર સાથે છેલ્લા એકાદ દાયકાથી વધુ સમયનો સંબંધ ધરાવે છે મુકેશભાઈ અને તેમનો પરિવાર. 

સુરેન્દ્રનગરના ખોબા જેવડા ગામ સાયલા(ભગતનું ગામ)થી પટોળાની કરતા ખરીદી 

પટોળાની ખરીદી અંગે મુકેશભાઈએ જણાવ્યું કે, મુંબઈના પેડર રોડ પર આવેલ ફ્લેટમાં 'પ્રભુ કુંજ' નામે તેમનું નિવાસસ્થાન આવેલું છે. પ્રથમ વખત તેમણે પટોળું મુંબઈ સ્થિત રહેલા ફ્લેટમાં પડોશીના ઘરે જોયું અને ત્યાંથી તેમણે સંપર્ક કર્યો અને પટોળું લઈને મને મુંબઈ આવવા કહ્યું હતું. જણાવેલ સરનામે હું પહોંચ્યો ત્યારે લતા મંગેશકરના બહેન આશાબેને મને આવકાર્યો હતો. આ પળ મારા માટે ખૂબ જ રોમાંચક રહી. 

પટોળામાં પણ ખાસ ફરમાઈશ રહેતી લતા મંગેશકરની 

લતા મંગેશકર જે પટોળુ મંગાવતા તેમાં પણ તેમની ફરમાઈશ રહેતી હતી. તેઓ પ્લેન પટોળુ જ પહેરવાનું પસંદ કરતા. આ અંગે મુકેશ ભાઈ વીટીવીને જણાવે છે કે, લતાજીની સૂચના રહેતી કે બોર્ડર અને પાલવમાં કોઈપણ પ્રકારની ડિઝાઈન કરવાની છૂટ છે, પરંતુ સાડી એકદમ પ્લેન જ રાખવી. 

ભારત ભૂષણ તથા ભારત રત્ન એવોર્ડ વખતે પહેર્યું હતું સુરેન્દ્રનગરનું પટોળુ

પટાળુ પહેરવાના શોખીન લતા મંગેશકરને જ્યારે મુકેશભાઈ પટોળુ આપવા ગયા ત્યારે 51,000 રૂપિયાનો ચૅક આપતા લતાજીએ મુકેશભાઈને કહ્યું-કોઈને આ ચૅક બતાવજો અને કહેજો હું તમારી બનાવટના પટોળા પહેરું છું. તો એક વાત આલેખવી જ રહી કે, જ્યારે લતા મંગેશકર ભારત ભૂષણ એવોર્ડ સ્વીકારવા ગયા ત્યારે તેમણે મુકેશભાઈએ તૈયાર કરેલ પટોળુ પહેર્યું હતું. આ ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવા મળી રહ્યો છે.  

દેશ આખો લતા દીદી કહે અને મુકેશભાઈ લતા ફઈ કે'તા

લતા મંગેશકર સાથેના સંસ્મરણો વીટીવી સાથે વાગોળતા મુકેશ ભાઈ કે છે કે, હું તેમને લતા ફઈ કહીને સંબોધન કરતો, ત્યારે તેઓ હસતા-હસતા બોલી ઉઠે કે, સમગ્ર દેશ મને લતા દીદીના હુલામણા નામે સંબોધે છે અને તમે અને પદ્મિની કોલ્હાપુરી( 80ના દાયકામાં જાણિતી અભિનેત્રી છે પધ્મિની કોલ્હાપુરી) મને લતા ફૈ કહીને સંબોધન કરો છો એ ખૂબ ગમે છે મને.

કોરોનાને કારણે 2 વર્ષથી મળવાનું નથી થયું, પરંતુ સતત રહેતા સંપર્કમાં 

છેલ્લા 2 વર્ષના સમયગાળામાં કોરોનાનું સંક્રમણને કારણે મુંબઈ રૂબરું જવાનું નહોંતુ થતું પરંતુ ટૅલિફોનિક વાતચીત અચૂક થતી. તો મુકેશ ભાઈ કહે છે કે, થોડા સમય પહેલા જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે મને ખૂબ યાદ કરતા હતા. તો મારા દીકરાના જન્મ સમયે પણ 11,000નો ચૅક મોકલીને શુભેચ્છા પાઠવી હતી.  

92 વર્ષે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 

લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે. ભારત રત્ન લતા મંગેશકરે રવિવારે સવારે લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા છે. કોરોના વાયરસ અને તે બાદ ન્યુમોનિયાના કારણે લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?

સાચા અર્થમાં સંગીતનો ગઢ ગણાતા લતા મંગેશકરના દેહાવસાનને પગલે દેશ-વિદેશમાં રહેલા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મોરારીબાપુ સહિતના મહાનુભાવોએ લતાતાઈના નિધનને પગલે સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરી. સાથે જ દેશમાં 2 દિવસના રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે. 

 28 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો જન્મ

આપને જણાવી દઈએ કે કોરોડોની ફેન ફોલોવીંગ ધરાવતા લતા મંગેશકરનોજન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ ગોવામાં મંગેશી ગામથી હતા જેથી તેમની અટક મંગેશકર પડી અને બાળપણમાં તેમનું નામ હેમા હતું.

એક્ટિંગમાં પણ લતા દીદીએ કર્યું હતું કામ 

નોંધનીય છે કે લતા મંગેશકરે "આયેગા આને વાલા" ગીત માટે 22 રીટેક આપ્યા હતા. લતા મંગેશકરને પ્રથમ ઇનામ રૂપે 25 રૂપિયા મળ્યા હતા અને તેને જ તેઓ પોતાની પહેલી કમાણી માને છે. લતા મંગેશકરે એક્ટિંગનું પણ કામ કર્યું હતું જેના માટે પહેલીવાર તેમને 300 રૂપિયા મળ્યા હતા. સંગીતમાં ઉસ્તાદ અમાન ખાં અને પંડિત નરેન્દ્ર શર્મા તેમના ગુરુ હતા.  

1943માં પ્રથમ ગીત ગાયું 

સાંભળીને આપને નવાઈ લાગશે કે માત્ર 7 થી 8 વર્ષની નાની ઉંમરે તેમણે ગીત ગાવાની શરૂઆત કરી હતી. પિતાની કંપનીમાંજ તેમણે સ્ટેજ પર પ્રથમ વખત ગીત ગાયું હતું. 1943ની સાલમાં તેમણે તેમનું પ્રથમ ગીત ગાયું હતું, બોલીવુડમાં તેમણએ અનેક ગીતો ગાયા છે. જેમા "એ મેરે વતન કે લોગો " ગીત ઘણું વિખ્યાત થયું હતું. જોકે તેમણે સીવાય તેમણે ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયા છે. 

વિવિધ ભાષાઓનું જ્ઞાન ધરાવનાર 

લતા મંગેશકરને હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષા પણ આવડતી હતી. 2001માં તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના માટે ગીત ગાવું એક પૂજા સમાન હતું અને તેઓ હંમેશા ખુલ્લા પગે રેકોર્ડિંગ કરતા હતા. તેમના પિતાએ તેમને જે તંબૂરો આપ્યો હતો તે તેમણે છેલ્લા શ્વાસ સુધી સાચવીને રાખ્યો છે. 

ફોટોગ્રાફી અને ક્રિકેટના શોખીન 

આ સિવાય તેમને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ હતો. વિદેશોમાં તેમના દ્વારા પાડેલા ફટોનું પ્રદર્શન પણ લાગતું હતું. તેઓ ક્રિકેટના પણ ઘણા શોખીન હતા અને ભારતની દરેક મેચે તેઓ પોતાના બધા કામ મૂકીને જોવા બેસી જતા હતા. તેમને માંસાહારી ભોજન ખાવાનું પસંદ હતું. તેમના પસંદીદા ગાયક કુંદનલાલા સહગલ અને નીરજહા હતા

તહેવારોમાં દિવાળી સૌથી વધારે પસંદ

લતા મંગેશકરને ગીતા વાંચવાનો પણ ઘણો શોખ હતો. શાસ્ત્રીય સંગીત તેમને બાળપણથી પસંદ હતું. પંડિત રવિશંકર, જસરાજ, ભીનસેન તેમની પસંદગીના ગાયકો હતા. તહેવારોમાં તેમને સૌથી વધારે દિવાળી પસંદ હતી. સાથેજ   ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેમને સંસ્કૃતિમાં ઘણો રસ હતો. કૃષ્ણ, મીરા, સ્વામિ વિવેકાનંદ અને અરવિંદો તેમને ખૂબ પસંદ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિ પર ખૂબજ જલ્દીથી વિશ્વાસ કરી લેતા હતા.

અભિનેત્રી તરીકે પણ કામ કર્યુ હતું

તેમણે "આયેગા આને વાલા" આ ગીતમાં 212 રીટેક આપ્યા હતા. ગીત ગાવામાં તેમને પહેલું ઈનામ 25 રૂપિયા મળ્યું હતું. તેમણે એક અભિનેત્રી તરીકે પણ કામ કર્યું છે. અભિનેત્રી તરીકે તેમણે જ્યારે કામ કર્યું ત્યારે તેમને 300 રૂપિયા મળ્યા હતા. તેઓ સંગીતમાં ઉસ્તાદ અમાન ખાં અને પંડિત નરેન્દ્ર શર્માને પોતાના ગૂરૂ માને છે.
 
આનંદ બક્ષીના 700થી વધું ગીતો ગાયા

લતા મંગેશકરે લક્ષ્મીકાંત પ્યારેલાલના 686 અને શંકર જયકિશનના 453 યુગલ ગીતો ગાયા હતા. સાથેજ તેમણે કિશોર કુમાર સાથે પણ 327 ગીતો ગાયા હતા. મહિલા યુગલ ગીત તેમણે સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા હતા. ગીતકાર આનંદ બક્ષી દ્વારા લખેલા 700થી વધુ ગીતો તો માત્ર લતાજીએ ગાયા હતા.

ગુજરાતી ગીતો પણ ગાયા 

  • માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે
  • દીકરી તો પારકી થાપણ કહેવાય
  • વૈષ્ણવ જનતો
  • હે કાનુડા તોરી ગોવાલણ
  • હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે

સંકળાયેલા મુદ્દાઓ

Lata mangeshkar VTVExclusive Vtv Exclusive સુરેન્દ્રનગર lata mangeshkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ