આજે રાજ્યસભામાં ફાની દુનિયા છોડીને જતાં રહેલા સુપ્રસિદ્ધ ગાયક લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ચેરમેન વેંકૈયા નાયડુએ શોક સંદેશ પણ વાંચ્યો હતો.
રાજ્યસભામાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ
વેંકૈયા નાયડુએ વાંચ્યો શોક સંદેશ
આજનો દિવસ બજેટ સત્રનો ખાસ દિવસ
રાજ્યસભામાં સુપ્રસિદ્ધ ગાયિકા અને ગૃહના ભૂતપૂર્વ સભ્ય લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન વેંકૈયા નાયડુએ શોક સંદેશ પણ વાંચ્યો હતો.
વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે લતા મંગેશકરના નિધનથી દેશે ભારતીય સંગીત અને ફિલ્મ ઉદ્યોગની દુનિયામાં એક મહાન પ્લેબેક સિંગર, એક સારા અને દયાળુ માનવી અને એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમના મૃત્યુએ એક યુગનો અંત ચિહ્નિત કર્યો અને સંગીતની દુનિયામાં એક ન ભરી શકાય તેવી શૂન્યતા સર્જી દીધી છે.
આજનો દિવસ બજેટ સત્રમાં ખાસ
સંસદના બજેટ સત્રનો આજનો દિવસ ખૂબ જ ખાસ બનવાનો છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનના આભાર પ્રસ્તાવ પર જવાબ આપશે, ત્યારે અમિત શાહ પણ ઓવૈસી પરના હુમલા વિશે બોલશે. તે જ સમયે, સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા, બંને ગૃહોના સભ્યો ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપશે એવું સ્પષ્ટ હતું. આ પછી રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે.
Rajya Sabha Members observe a minute's silence as they pay tribute to the legendary singer #LataMangeshkar
બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે
સંસદીય બાબતોની કેન્દ્રીય સમિતિએ સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી બોલાવવાની ભલામણ કરી છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોના સભ્યોને સંબોધન સાથે થઈ હતી. સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. 12 ફેબ્રુઆરીથી એક મહિનાની રજા રહેશે અને બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે, જે 8 એપ્રિલ સુધી ચાલશે. દરમિયાન યુપી સહિત પાંચ રાજ્યો માટે ચૂંટણી યોજાશે અને પરિણામો આવશે. તેની અસર બીજા તબક્કામાં જોવા મળશે.
ઓવૈસી પર થયેલ હુમલા અંગે બોલશે અમિત શાહ
ઓવૈસી હુમલા મામલે અમિત શાહ આજે લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે લોકસભા અને રાજ્યસભામાં ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવા પોલીસ સ્ટેશન હેઠળ 3 ફેબ્રુઆરીએ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા અંગે નિવેદન આપશે. અમિત શાહનું નિવેદન રાજ્યસભામાં લગભગ 11:30 વાગ્યે અને લોકસભામાં સાંજે 4.30 વાગ્યે આવે તેવી શક્યતા છે.