બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Extra / ગ્લોબલ વોર્નિંગની છેલ્લી વોર્નિંગ! ખતરારૂપ સ્ટેજમાં પહોંચી ઘરતી, નવા રિપોર્ટમાં આગવાળો દાવો
Last Updated: 04:33 PM, 10 October 2024
Irreversible Climate Disaster Warning: શુ આપણે અપરિવર્તનીય જલવાયું આપત્તિની અણી પર છીએ? એક નવા ક્લાઇમેટ રિપોર્ટમાં ડરામણો દાવો કરવામાં આવ્યો છે કે પૃથ્વી એક ખતરનાક તબક્કામાં પ્રવેશી રહી છે અને ટૂંક સમયમાં અણધાર્યા અને નવા સંકટનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વીએ સૌરમંડળના ખતરાના 35 મહત્વપૂર્ણ સંકેતોમાંથી 25 મત્વપૂર્ણ સંકેતોની સીમા પાર કરી લીધી છે.
ADVERTISEMENT
આપણા સૌરમંડળના સૌથી મહત્વપૂર્ણ ગ્રહ પૃથ્વી માટે આ સૌથી ખતરનાક સમયગાળો છે. બાયોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આપણે અપરિવર્તનીય જલવાયુ આપદાની કગાર પર ઉભા છીએ. અહેવાલ મુજબ આપણો હોમ પ્લેનેટ એટલે કે આપણી પૃથ્વી જલવાયું સંકટના એક મહત્વપૂર્ણ અને અણધાર્યા નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. જેમાં ગ્રહો માટે ખતરાના 35 મહત્વના સંકેતોમાંથી 25 સીમા વટાવી ચૂક્યા છે.
ADVERTISEMENT
નિર્ણાયક પગલાં લેવાનો સમય
ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા વાર્ષિક અહેવાલ 'સ્ટેટ ઓફ ધ ક્લાઈમેટ રિપોર્ટ 2024: ડેન્જરસ ટાઈમ્સ ઓન અર્થ' તારણ આપે છે કે પૃથ્વીના મહત્વપૂર્ણ સંકેતો બગડી રહ્યા છે અને આ નિર્ણાયક પગલાં લેવાનો સમય છે. આ મહત્વપૂર્ણ સંકેતોમાં માનવ વસ્તી વિસ્ફોટ, વૈશ્વિક સકલ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી), જુગાલી કરતા પશુઓની સંખ્યા, વ્યક્તિ દીઠ માંસ ઉત્પાદન અને કોલસો અને તેલનો વપરાશ શામેલ છે.
પૃથ્વી પર દરરોજ માનવ અને પશુધનની વસ્તીમાં ખતરનાક વધારો
રિપોર્ટ અનુસાર માનવ અને પશુધનની વસ્તીમાં ચિંતાજનક વધારો થયો છે. આ અનુક્રમે લગભગ 2,00,000 અને 1,70,000 પ્રતિ દિવસનો તીવ્ર વધારો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જીવાસ્ય ઇંધણનો વપરાશ પણ નાટકીય રીતે વધ્યો છે. જેમાં 2023માં કોલસા અને તેલના વપરાશમાં 1.5 ટકાનો વધારો થયો છે. જ્યારે વર્ષ દરમિયાન રિન્યુએબલ એનર્જીમાં થોડી વૃદ્ધિ જોવા મળી હતી. જો કે અશ્મિભૂત ઇંધણનો વપરાશ પવન અને સૌર ઊર્જા કરતાં 14 ગણો વધારે છે.
વિશ્વમાં વૃક્ષોનું આવરણ સતત ઘટી રહ્યું છે
દરમિયાન વૈશ્વિક વૃક્ષોનું આવરણ પણ 2022માં વાર્ષિક 28.3 મેગા હેક્ટરથી ઘટીને આ વર્ષે 22.8 મેગા હેક્ટર થશે. એકલા જંગલમાં લાગેલી આગથી 11.9 મેગા હેક્ટર વૃક્ષોના કવરને વિક્રમજનક નુકસાન થયું છે, એમ અહેવાલમાં જણાવાયું છે. સંશોધકોના મતે વૃક્ષોના આવરણના નુકશાનના ઊંચા દરોથી જંગલમાં કાર્બન પૃથક્કરણમાં કમી લાવે છે, જે વધારાની ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી જાય છે. બીજી તરફ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન પણ ઘણું વધારે નોંધાયું છે.
આ પણ વાંચોઃ ચિપ્સ અને કૂકીઝના કારણે ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી વધારો, રિસર્ચમાં મોટો ખુલાસો
ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને કારણે જોખમ
ચીન, ભારત અને અમેરિકા ગ્રીનહાઉસ ગૈસનું સૌથી વધુ ઉત્સર્જક છે. જ્યારે માથાદીઠ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન UAE, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ છે. વૈજ્ઞાનિકોના મતે આ વર્ષે વૈશ્વિક સપાટીનું તાપમાન સૌથી વધુ હતું તે જોતાં વર્ષ 2024 રેકોર્ડના સૌથી ગરમ વર્ષોમાંનું એક બની શકે છે. રિપોર્ટમાં વિગતે જણાવાયું છે કે નવેમ્બર 2023 થી ઓગસ્ટ 2024 વચ્ચે વિશ્વમાં 16 ભયંકર આબોહવા આપત્તિઓ આવી છે. જેમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.