શનિ અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ, આ રાશિઓ પર થશે વિપરીત અસર

By : juhiparikh 12:35 PM, 08 August 2018 | Updated : 12:35 PM, 08 August 2018
સૂર્યગ્રહણ આમ તો ખગોળકીય ઘટના છે અને તેના વૈજ્ઞાનિક આધાર પણ છે પરંતુ ભારતીય શાસ્ત્રો મુજબ આ ઘટનાની માનવ જીવન પર પણ ઘણી અસર થાય. વિજ્ઞાન પણ એટલું તો સ્વીકારે છે કે ગ્રહણથી પૃથ્વી પર જુદી જુદી અસર થાય છે. આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 11 ઓગ્સ્ટના છે, આ પહેલા 15 ફેબ્રુઆરી અને 13 જૂલાઇના સૂર્યગ્રહણ થઇ ચૂક્યું છે. ઘણા જ્યોતિષો અનુસાર, વર્ષનો છેલ્લું સૂર્યગ્રહણ ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે તો ઘણી રાશિઓ માટે ઠીક નથી. આવો જાણીએ કઇ રાશિઓ પર આ સૂર્યગ્રહણની શું થશે અસર...

11 ઓગ્સ્ટ શનિવારે થનારું આ સૂર્ય ગ્રહણ 1:32 મિનિટ પર શરૂ થશે, ગ્રહણનું સૂતક 10 ઓગ્સ્ટની રાતે 12 વાગ્યા પછી 1:32 મિનિટથી લાગશે. ગ્રહણ 11 ઓગ્સ્ટની સાંજે 5 વાગે સમાપ્ત થશે. જોકે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે પરંતુ તેની અસર રાશિઓ પર જરૂરથી પડશે. . આ ગ્રહણ નોર્થ અમેરિકા, ઉત્તર-પશ્ચિમ એશિયા, સાઉથ કોરિયા, ચીન અને મોસ્કોમાં જોવા મળશે. 

ગત સૂર્ય ગ્રહણની જેમ જ આ વખતે પણ ગ્રહણ આંશિક હશે. આ સૂર્ય ગ્રહણ કર્ક રાશિમાં થવા જઇ રહ્યુ છે, જેથી ચાર રાશિઓ મેષ, મકર, તુલા અને કુંભ માટે ફળદાયી સાબિત થશે.

કર્ક રાશિમાં ગ્રહણ હોવાને કારણે કર્ક સિવાય મિથુન અને સિંહ રાશિઓના જાતકો માટે આ ગ્રહણ શુભ નથી, તેમના પર કષ્ટ આવી શકે છે. આ રાશિઓના જાતકોને સ્વાસ્થ્ય અને ધન ખર્ચને લઇને વિશેષ ધ્યાન આપવું જોઇએ.

આગામી વર્ષે પણ 3 સૂર્યગ્રહણ લાગશે, પહેલું 6 જાન્યુઆરી, બીજુ 2 જૂલાઇ અને ત્રીજું 26 ઓગ્સ્ટના થશે.Recent Story

Popular Story