બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:43 AM, 7 August 2024
દરરોજ કરોડો લોકો ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરે છે અને આપણું ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતનું રેલ નેટવર્ક આશરે 68,103 કિલોમીટર લાંબુ છે અને દરરોજ 13 હજારથી વધુ ટ્રેનો પાટા પર દોડે છે. સાથે આપના દેશના આશરે 8000થી વધુ રેલવે સ્ટેશન આવેલા છે, પરંતુ શું તમે ભારતના છેલ્લા રેલ્વે સ્ટેશન વિશે જાણો છો? જ્યાંથી બાંગ્લાદેશ બસ ચાલીને પંહોચી શકાય છે.
ADVERTISEMENT
ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલ સિંઘબાદને ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન માનવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશન પછી, ભારતની સરહદ સમાપ્ત થાય છે અને બાંગ્લાદેશની સરહદ શરૂ થાય છે. સિંઘબાદ રેલ્વે સ્ટેશન બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં આવેલું છે.
ADVERTISEMENT
અંગ્રેજોના સમયમાં સ્થપાયેલું આ રેલ્વે સ્ટેશન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ સ્ટેશને કોલકાતા અને ઢાકા વચ્ચેના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે આઝાદી પહેલા મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ જેવી હસ્તીઓ ઢાકા જવા માટે આ સ્ટેશન પરથી પસાર થતી હતી.
જો કે અત્યારે આ સ્ટેશન ઉજ્જડ છે અને હવે અહીં કોઈ પણ પેસેન્જર માટે કોઈ ટ્રેન ઊભી રહેતી નથી. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ હવે માત્ર માલગાડીઓ માટે જ થાય છે. કેટલીક માલસામાન ટ્રેનો અહીંથી બાંગ્લાદેશ સુધી ચાલે છે.
સિંઘબાદને ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન કહેવામાં આવે છે, અહીં ન તો મુસાફરો આવે છે અને ન તો કોઈ અહીંથી નીકળે છે. આજે આ સ્ટેશન ભલે શાંત હોય પરંતુ ભવિષ્યમાં આ સ્ટેશન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.