8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી મેળાનો આજે છેલ્લો દિવસ છે. અત્યારસુધી લગભગ 16 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. મેળાના છેલ્લા દિવસે 2 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લે તેવી શક્યતા છે.
અંબાજી મહામેળામાં ભાવિક ભક્તોનો ઘટાડો
6 દિવસમાં 16 લાખ 34 હજાર ભક્તોએ કર્યા દર્શન
આજે 2.5 લાખ માઇભક્તો કરી શકે છે દર્શન
2 લાખ 75 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ થયું
અંબાજી મંદિરમાં છેલ્લા દિવસે ભક્તોની લાગી લાંબી લાઈન
સીએમ રૂપાણીના હસ્તે બનાસકાંઠામાં શરૂ થયેલા અંબાજી મેળાનો આજે છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મેળામાં અંદાજે લગભગ 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે અંબાજીના મહામેળામાં ભાવિક ભક્તોનો ઘટાડો થયો છે. મેળાના છેલ્લા દિવસે 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે.
આજે છેલ્લો દિવસ હોવાના કારણે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને ભાદરવી પૂનમે અંબાજી મંદિરનો દર્શનનો સમય બદલાયેલો રહેશે. મંદિરના દર્શનના સમયમાં આ મુજબ ફેરફાર કરાયા છે.