last date today to buy sovereign gold bond scheme check price and complete process
તમારા કામનું /
અહીં મળે છે દુકાન કરતા સસ્તુ સોનું, જલ્દી કરો ખરીદવાની આજે છે છેલ્લી તક, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Team VTV03:44 PM, 24 Jun 22
| Updated: 03:47 PM, 24 Jun 22
Sovereign Gold Bond Scheme 2022-23ની પહેલી સિરીઝ 20 જૂને શરૂ કરવામાં આવી હતી. જે આજે બંધ થઈ જશે. આ યોજના દ્વારા સરકાર લોકોને સસ્તામાં સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. આ યોજના ફક્ત એક ગ્રામ સોનાના રોકાણથી શરૂ કરી શકો છો.
5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી કિંમત
ઓન લાઈન ખરીદી પર 50 રૂપિયાની મળી રહી છૂટ
જાણો સમગ્ર ડિટેલ્સ
કેન્દ્ર સરકારની Sovereign Gold Bond Schemeની પહેલી સીરીઝ આજે પુરી થવા જઈ રહી છે. એટલે કે સસ્તામાં સોનું ખરીદવાનો તમારી પાસે છેલ્લો મોકો છે. રોકાણ માટે SGB સીરીઝને 20 જૂન માટે ખોલવામાં આવ્યું હતું. તેના માટે 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ કિંમત નક્કી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે નાણાકીય વર્ષમાં એક વ્યક્તિ વધુમાં વધુ 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ખરીદાર ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. તે ઉપરાંત વધારેમાં વધારે 4 કિલો ગોલ્ડ બોન્ડની ખરીદી કરી શકાય છે.
2015માં શરૂ કરવામાં આવી હતી આ સ્કીમ
ગોલ્ડની ફિઝિકલ માંગને ઓછી કરવાના ઈરાદાથી સૌથી પહેલા સરકારી ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં SGB Scheme હેઠળ 10 હપ્તામાં કુલ 12,991 કરોડ રૂપિયા મુલ્યના બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. હવે ચાલુ નાણાકીય વર્ષ માટે પહેલી સીરીઝ દ્વારા સોનામાં રોકાણનો અવસર ફરી આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે સ્વર્ણ બોન્ડ યોજના 2022-23ની બીજી સીરીઝ અરજી માટે 22થી 26 ઓગસ્ટ વખતે ઉપલબ્ધ રહેશે.
ઓનલાઈન ખરીદી પર મળી રહી છે છૂટ
જણાવી દઈએ કે રોકાણ કાર આ ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરે છે અને પેમેન્ટ કરે છે તો તેમને અમુક છૂટ મળે છે. ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્કની સલાહથી આ રોકાણને નોમિનલ વેલ્યૂ પર 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે ઓનલાઈન અરજી અને ડિજિટલ મોડમાં જ પેમેન્ટ કરશે. આ રીતે જોવામાં આવે તો ઓનલાઈન ખરીદી કરનારને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની બચત થશે. એટલે કે ડિજિટલ મોડમાં રોકાણને પ્રતિ ગ્રામ 5041 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.
અહીંથી ખરીદો Gold Bond
RBI ભારત સરકારની તરફથી ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે. આ બોન્ડ બેન્કો સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નોમિનેટેડ પોસ્ટઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો જેવા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડના માધ્યામથી વેચી શકાશે.