બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / last date to file income tax returns extended to march 15 2022

કેન્દ્રનો નિર્ણય / BIG NEWS : કરદાતાઓને મોટી રાહત, હવે 15 માર્ચ 2022 સુધી ITR ફાઈલ કરી શકાશે, સરકારે લંબાવી તારીખ

Hiralal

Last Updated: 06:42 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરદાતાઓને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની તારીખ લંબાવી દીધી છે.

  • કરદાતાઓને મોટી રાહત
  • કેન્દ્ર સરકારે  ઈન્કમ ટેક્સ રિર્ટનની તારીખ લંબાવી
  • હવે 15 માર્ચ 2022 સુધી ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરી શકાશે

કરદાતાઓને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે  ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની તારીખ લંબાવી દીધી છે. કરદાતાઓ હવે 15 માર્ચ 2022 સુધી આઈટીઆર ફાઈલ કરી શકશે. પહેલા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 હતી પરંતુ હવે તેને ત્રણ મહિના લંબાવી દેવાઈ છે. કોરોના કાળમાં કરદાતાઓને મળેલી આ મોટી રાહત છે. 

કરદાતાઓ હવે 15 માર્ચ સુધી નાણાકીય વર્ષ 2021નું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશે 

નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં એવું જણાવાયું કે કોરોના કાળમાં કરદાતાઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે ITRની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા આઈટીઆરની તારીખ લંબાવાયા બાદ હવે કરદાતાઓ હવે માર્ચના મધ્ય સુધી નાણાકીય વર્ષ 2021નું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશે. 

વિવિધ ઓડિટ રિપોર્ટ ફાઈલિંગની તારીખ પણ લંબાવાઈ

નાણા મંત્રાલયે ઈન્કમ ટેક્સ રિટર્નની ઉપરાંત વિવિધ ઓડિટ રિપોર્ટ ફાઈલિંગની તારીખ પણ લંબાવી છે. વિવિધ ઓડિટ રિપોર્ટ ફાઈલિંગની નવી તારીખ 15 ફેબ્રુઆરી 2022 છે. તે ઉપરાંત સરકારે 2020-21ના અગાઉના નાણાકીય વર્ષ માટે  ઈન્કમ ટેક્સની જોગવાઈઓ હેઠળ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ પણ 15 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી છે. 

જાહેરનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈઓ હેઠળ વિવિધ ઓડિટ અહેવાલો ઇ-ફાઈલિંગ દરમિયાન પડતી સમસ્યાઓને કારણે સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. કરદાતાઓ હવે 15 માર્ચ, 2022 સુધીમાં આઇટીઆર ફાઇલ કરી શકશે. સરકારનો આ નિર્ણય ચોંકાવનારો છે.

ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં સરકારે કહ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી અને અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે આ વખતે ફાઇલ કરાયેલા વળતરની સંખ્યા ગયા વર્ષની તુલનામાં વધુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

ITR 2021-22 ITR filing deadline Income Tax Return filing આઈટીઆર રિટર્ન ફાઈલિંગ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ITR filing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ