કંપોઝિશન સ્કીમ હેઠળ સરકારે ડીલરોને રાહત આપી છે. તેમણે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ બે મહિના વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ તારીખો વધારીને 31 ઓક્ટોબર 2020 કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, છેલ્લા મહિનામાં આ બીજી વખત બન્યું છે. જેમાં સમય મર્યાદા વધારવામાં આવી છે. આ પહેલા રિટર્ન ભરવાની છેલ્લી તારીખો 11 જુલાઇ હતી. ત્યારબાદ તે વધારીને 31 ઓગસ્ટ સુધી કરવામાં આવી હતી.
31 ઓક્ટોબર સુધી લંબાવાઇ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઈસી) એ એક ટ્વિટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20ના જીએસટીઆર 4 ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2020 સુધી વધારી દેવામાં આવી છે.
લેટ ફી પણ કરી માફ
આપને જણાવી દઈએ કે તાજેતરમાં થયેલા કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે જીએસટી રીટર્ન ફાઇલ કરવામાં લેટ થતાં ભરવી પડતી ફી પણ માફ કરી દીધી છે. જીએસટી કાઉન્સિલની તાજેતરમાં સમાપ્ત થયેલી 40 મી બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે જુલાઈ 2017 થી જાન્યુઆરી 2020 ની વચ્ચે, શૂન્ય કર જવાબદારીવાળા રજિસ્ટર્ડ એકમોએ મોડું વળતર ભરવા માટે મોડી ફી ચૂકવવી પડશે નહીં.