બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ધોરણ 10-12ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તક, આજે આટલા વાગ્યા સુધી જ થશે અરજી
Last Updated: 11:06 AM, 23 May 2024
અમદાવાદ: ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાનો આજે ગુરુવારે છેલ્લો દિવસ છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે વિદ્યાથીઓ સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. પૂરક પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22મે સુધી હતી પરંતુ એક દિવસ લંબાવીને 23મે સુધી કરવામાં આવી હતી. ધોરણ 10માં 3 વિષયમાં નાપાસ હોય તે વિદ્યાથીઓ પણ આ વખતે પૂરક પરીક્ષા આપી શકશે. તેમજ જે વિદ્યાર્થીઓએ અગાઉ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી છે તે વિદ્યાથીઓ પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતની પરીક્ષા પણ આપી શકશે.
ADVERTISEMENT
મહત્ત્વનું છે કે આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને સાંજે 5 વાગ્યા સુધી જ વિદ્યાથીઓ પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે. જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ એક દિવસ લંબાવાઈ હતી.
ADVERTISEMENT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ 11 મેએ જાહેર કરવામાં આવ્યું હતું, જે 82.56 ટકા નોંધાયું હતું. જયારે 9 મેએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45%, સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું હતું. આ સિવાય ધોરણ 10નું પરિણામ જાહેર થયું ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા આપી શકશે.
વધુ વાંચો: અમદાવાદમાં અંગારા ઝર્યા! ગુજરાતના 11 શહેરોમાં ગરમીનો કાળો કહેર, આગાહી પરસેવો છોડાવે તેવી
સાથે જ જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. જેમની સુનાવણી પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓને દોષમૂક્ત કરાયા છે એ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષાને પાત્ર છે. એટલે એ વિદ્યાર્થીઓ પણ આજે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.