Team VTV11:35 PM, 17 Feb 21
| Updated: 11:38 PM, 17 Feb 21
પાલનપુર ગોડાઉનમાં આશરે 6 હજાર ક્વિન્ટલ સરકારી અનાજના ઘટનો ખુલાસો. પ્રાથમિક માહિતી પ્રમાણે હિસાબ બાબતે ગણતરીમાં ભૂલ થયાની વાત છે.
પાલનપુર ગોડાઉનમાં સરકારી અનાજની ઘટનો મામલો
ઘઉં તેમજ ચોખાના માલની ઘટ મુદ્દે તપાસ
ઘટતા મુદ્દામાલને લઈ પુરવઠા વિભાગ દ્વારા તપાસ
બનાસકાંઠાના પાલનપુર ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થામાં ઘટનો મામલો સામે આવ્યો છે. ઘઉં અને ચોખાના જથ્થાના ઘટ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે. આશરે 6 હજાર ક્વિન્ટલ અનાજના ઘટનો ખુલાસો થય છે. જો કે, પ્રાથમિક માહિતી પ્રમાણે હિસાબ બાબતે ગણતરીમાં ભૂલ થયાની વાત છે. સમગ્ર મામલે તંત્રનું ધ્યાન ગયા બાદ હિસાબના ચોપડાઓ ઉથલાવવાનું શરૂ થઈ ગયું છે.
ત્યારે આટલા મોટા જથ્થાની ઘટ માત્ર હિસાબની ભૂલ છે કે, હકિકતે ચોખા અને ઘઉંનો જથ્થો ગાયબ છે. તે તપાસ બાદ સામે આવશે. પાલનપુરના ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો રખાયો છે.