Large order of Gujarat High Court in LRD, SPI recruitment exam height controversy
BIG NEWS /
LRD,PSI ભરતી પરીક્ષાના ઊંચાઈ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ
Team VTV05:33 PM, 04 Feb 22
| Updated: 05:36 PM, 04 Feb 22
LRD, SPI ભરતી પરીક્ષાની ઊંચાઈના વિવાદ અંગે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, 3 ઉમેદવારોની પરીક્ષા 4 માર્ચે લેવામાં આવે. ઊંચાઈમાં ગેર લાયક ઠરાવાયેલા ઉમેદવારો હાઈકોર્ટ ગયા હતા
રિક્રુટમેન્ટ બોર્ડને ગુજરાત હાઈકોર્ટની ટકોર
ત્રણ ઉમેદવારોની પરીક્ષા 4 માર્ચે લેવી-H.C
હવે બેદરકારી દદાખવી તો પગલાં લઈશું -હાઈકોર્ટ
LRD, SPI ભરતી પરીક્ષાની ઊંચાઈના વિવાદ અંગે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, 3 ઉમેદવારોની પરીક્ષા 4 માર્ચે લેવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે રિક્રુટમેન્ટ બોર્ડને ટકોર કરતા કહ્યું કે,તમારી એક બેદરકારી ઉમેદવારોના ભાવિ બગાડે છે. બોર્ડ અધિકારીઓ ઉમેદવારોની પરીક્ષા ભાવિને ધ્યાને રાખીને લે. પરીક્ષા લેવામાં બેદરકારી સામે આવી તો પગલાં લઈશુ. ગુજરાત હાઈકોર્ટે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થયાની કોર્ટે નોંધ લીધી હતી. હાઈકોર્ટે 3 ઉમેદવારોની ઊંચાઈમાં ભૂલ હોવાનુ યોગ્ય ઠેરવ્યું હતું. આ ત્રણેય ઉમેદવારોને ઓક્ટો. 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવાયા હતા. પોતાને ગેર લાયક ઠરાવાતા ઉમેદવારોએ અરજી કરી હતી. જોવાની ખૂબી એ છે કે, આ ઉમેદવારોને 2019માં ભરતી સમયે ઉમેદવારોને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવાયા હતા. ઊંચાઈ માપણીમાં બેવડા માપદંડ સામે આવતા ઉમેદવારોએ હાઈકોર્ટનું શરણું લીધું હતુ.
શું હતો ઊંચાઈ વિવાદ
LRD-PSI શારીરિક પરીક્ષામાં ઊંચાઈને લઈ કેટલાય ઉમેદવારોને તકલીફો પડી રહી છે. વર્ષ 2019ની ભરતીમાં શારીરિક કસોટીના તમામ પાસાઓ એટલે કે દોડ, ઊંચાઈ, વજન, અને છાતીમાં પાસ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ઊંચાઈ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કારણ કે શારીરિક કસોટીમાં ઉમેદવારની ઉંચાઈ 153 સે.મી. નોંધાઈ જ્યારે ઉમેદવારે પોતાની ઉંચાઈ 157 સે.મી હોવાનો દાવો કર્યો છે.જેથી હાઈકોર્ટમાં કરેલી અરજી બાદ હવે ઉમેદવાર હંસાબેન ચોરડા તેમજ મિતલ ચૌધરીએ ભરતી બોર્ડના ચેરમેનને ઊંચાઈના માપમાં વિસંગતતા હોવાની રજૂઆત કરી છે. પુનઃ માપ કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે તેવી હામ ભરી છે.
હાઇકોર્ટમાં કરાઇ અરજી
ઊંચાઈને કારણે ફેઇલ થનાર ઉમેદવારોએ અરજીમાં કહ્યું કે 2019માં શારીરિક પરીક્ષામાં ઊંચાઈમાં પાસ કરાયા હતા. જ્યારે 2021માં ચાલુ ભરતીમાં ઊંચાઈમાં ફેઇલ કરાયા છે. ત્યારે 2 વર્ષમાં ઉમેદવારોની ઊંચાઈમાં ઘટાડો થયો. અનેક ઉમેદવારોને ઊંચાઈને કારણે ફેઇલ કરાયા છે. જ્યારે બંને ભરતીમાં ઊંચાઈના માપદંડ એકસરખા જ રખાયા હતા. પુરુષો માટે 165 સેમી અને મહિલાઓ માટે 155 સેમી ઊંચાઈ રાખવામાં આવી છે. ત્યારે 2 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં ઊંચાઈ 3થી 4 સેમી ઘટી છે. જેને લઇ 9 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારે અરજી કરી છે. અને ઉમેદવારોએ ફરીથી ઊંચાઈ માપણી માટે માગ કરી હતી.