VIDEO / લેબનનની રાજધાનીમાં 2 ભયાનક વિસ્ફોટ, હોલીવુડ મૂવીની જેમ સેકન્ડમાં ઈમારતોના ફૂરચા ઊડી ગયાં, 10ના મોત

Large explosion reported in the Lebanese capital Beirut

લેબનનની રાજધાની બેરૂતમાં એક ભયાનક વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટ કેવી રીતે અને કેમ થયો તે અંગે કોઈ માહિતી નથી. જો કે સોશિયલ મીડિયા પર થયેલા બ્લાસ્ટનો ભયાનક વીડિયો અને વિસ્ફોટ બાદ ભયાનક દ્રશ્યોના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. પ્રારંભિક અહેવાલો કહેવામાં આવી રહ્યા છે કે બ્લાસ્ટ પોર્ટ નજીક થયો હતો. હાલ આ બ્લાસ્ટમાં 10ના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. તો અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ