બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Laptop using in lap can lead you to the dangerous disease
Vishal Khamar
Last Updated: 02:17 PM, 16 March 2024
કોરોના બાદ ઘણી કંપનીઓ વર્ક ફ્રોમ હોમ આપી રહી છે. જેને કારણે આપણે બધા જ સોફામાં બેઠા બેઠા, બેડ પર બેઠા બેઠા લેપટોપ લઈને કામ કરીએ છીએ. તો હવે અભ્યાસ પણ કમ્પ્યુટર પર થાય છે, એટલે બાળકો પણ લેપટોપ ખોળામાં લઈને કામ કરતા હોય છે. જો તમે પણ લેપટોપ ખોળામાં લઈને કામ કરો છો, તો આ ચેતવાનો સમય છે. કારણ કે ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી તમને ગંભીર બીમારી થઈ શકે છે. જો તમે સતત લેપટોપ લઈને કામ કરો છો, તો સાવચેતી માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે .
ADVERTISEMENT
લેપટોપમાંથી નીકળતા હોય છે રેડિએશન્સ
ADVERTISEMENT
લેપટોપ એક ડિજિટલ મશીન છે. જ્યારે તમે તેને ખોળામાં રાખીને કામ કરો છો, ત્યારે તે સીધું જ તમારા શરીરના સંપર્કમાં આવે છે. લેપટોપ ચાલું હોય ત્યારે તેમાંથી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન્સ નીકળે છે. આ રેડિએશન્સ આમ તો વાઈ ફાઈ અને બ્લૂટૂથમાંથી નીકળતા રેડિએશન્સ કરતા ઓછું હોય છે, પરંતુ જો તમે કલાકો સુધી લેપટોપને ખોળામં લઈને બેસી રહો છો, તો આ રેડિએશન્સ સીધા જ તમારા શરીરમાં જાય છે. જેને કારણે શરીરને ગંભીર નુક્સાન થઈ શકે છે.
થઈ શકે છે આ ગંભીર બીમારી
આ ઉપરાંત જ્યારે તમે લેપટોપને ખોળામાં રાખો છો, ત્યારે સ્ક્રીનનું લેવલ આંખ કરતા ઘણું નીચું થઈ જાય છે. જેને કારણે તમારે વાંકા વળીને કામ કરવું પડે છે. આમ કરવાથી તમારી કરોડરજ્જૂમાં નુક્સાન થઈ શકે છે. આ ઉપરાંત તમારી મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે છે. જુદા જુદા રિપોર્ટ્સ મુજબ ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી ટોસ્ટેડ સ્કીન સિંડ્રોમ પણ થઈ શકે છે. સાથે જ તમારું બોડી પોશ્ચર પણ બગડી શકે છે.
વધુ વાંચોઃ મોદી સરકારનું વધુ એક એલાન, ટૂ વ્હિલર ખરીદવા મળશે 10,000ની સહાય, મોટી યોજના લોન્ચ
લેપટોપ વાપરતા સમયે આ વાતો ભૂલતા નહીં.
1. તમારું લેપટોપ હંમેશા અપડેટેડ હોવું જોઈએ. લેપટોપમાં રહેલા બધા જ સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ, એન્ટી વાઈરસ સોફ્ટવેર લેટેસ્ટ અપડેટ મુજબ રેડી રાખો, જેનાથી તમારો ડેટા સચવાશે.
2. લેપટોપનો ઉપયોગ કરતા સમયે શક્ય હોય તો વાયરલેસ માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરો. આમ કરવાથી તમે સરળતાથી કામ કરી શક્શો.
3. મોટાભાગે આપણે બધા નાની સાઈઝના લેપટોપનો ઉપયોગ કરીએ છીએ. એટલે તેના પર દેખાતી સ્ક્રીન પણ નાની થઈ જાય છે. ધ્યાન રાખો કે તમે જે લેપટોપ વાપરી રહ્યા છો, તે સ્ક્રીન તમારી જરૂરિયાત મુજબની હોય.
4. લેપટોપનો ઉપયોગ હંમેશા કોઈ ફ્લેટ જગ્યાએ કરો. લેપટોપમાં બાજુની તરફ અથવા નીચેની તરપ એરવેન્ટ હોય છે, જે ગરમ હવા બહાર કાઢે છે. આવી સ્થિતિમાં જો તમે લેપટોપને તકિયા પર કે એમ મૂકશો, તો તે વધારે ગરમ થઈ શકે છે.
5. લેપટોપના વેન્ટમાં રહેલો કચરો હંમેશા સાફ કરતા રહો. જો તેમાં ધૂળ ભરાશે, તો તે કામ કરવાનું બંધ કરી શકે છે. જો વેન્ટ બંધ થઈ જશે, તો ગરમ હવા પણ બહાર નહીં આવી શકે અને લેપટોપ બંધ થઈ શકે છે.
6. આ ઉપરાંત તમે બજારમાં મળતા કૂલિંગ પેડનો ઉપયોગ પણ કરી શકો છો. કૂલિંગ પેડ તમારા લેપટોપને ઠંડુ પણ રાખે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.