બ્રેકિંગ ન્યુઝ
VTV / Lankan President Gotabaya Rajapaksa finally resigned, there is a celebration outside the Parliament
Hiralal
Last Updated: 09:29 PM, 14 July 2022
ADVERTISEMENT
સિંગોપોર ગયા બાદ તરત જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું ધરી દીધું છે. તેમણે સિંગોપોરથી તેમનું રાજીનામું અધ્યક્ષને મોકલી આપ્યું હતું.
Speaker has now received the resignation letter of President Rajapaksa through Singapore Embassy in Sri Lanka. Speaker is informed that after re-checking data & completing all legal proceedings, official announcement in this regard will be announced tomorrow: Speaker's Press Secy
— ANI (@ANI) July 14, 2022
ADVERTISEMENT
સંસદ બહાર લોકો ઝુમી ઉઠ્યાં
ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની જાહેરાત બાદ સંસદ બહાર લોકો ઝૂમી ઉઠ્યાં હતા. લોકોએ તેમના નિર્ણયને વધાવ્યો હતો અને હવે દેશમાં ચાલી રહેલા લોકોના વિરોધ પ્રદર્શનનો અંત આવી શકે છે.
ગોટબાયા સિંગાપોરમાં
શ્રીલંકાના ફરાર થયેલા રાષ્ટ્રપતિએ કયા દેશમાં શરણું લીધું છે તેનો હવે સત્તાવાર ખુલાસો થયો છે. સાઉદી અરેબિયાનું એક પ્રાઈવેટ વિમાન ગોટબાયાને લઈને સિંગાપુરની રાજધાની પહોંચ્યું હતું.
અંગત મુલાકાતે આવ્યાં, તેમણે આશ્રય માગ્યો નથી : સિંગાપોર વિદેશ મંત્રાલય
ગોટબાયાના આવ્યાં બાદ સિંગાપુરના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અંગત મુલાકાતે અમારા દેશમાં આવ્યાં છે, તેમણે શરણુ માગ્યું નથી કે તેમને કોઈ આશ્રય અપાયો નથી.
श्रीलंका स्पीकर के कार्यालय के अनुसार श्रीलंका संसद के अध्यक्ष को राष्ट्रपति गोटबाया राजपक्षे का इस्तीफा पत्र मिला।
— ANI_HindiNews (@AHindinews) July 14, 2022
(फाइल तस्वीर) pic.twitter.com/NyYkuLbRp8
ગોટબાયા રાજપક્ષે સાઉદી વિમાનમાં સિંગાપુર આવ્યાં
સિંગાપુરના વિદેશ મંત્રાલયના નિવેદન પહેલા ગોટબાયા સાઉદી અરેબિયાના વિમાનમાં બેસીને સિંગાપુર આવ્યાં હતા. જોકે તેમની સિંગાપુર યાત્રાને હવે અંગત ગણાવાઈ રહી છે.
આવતીકાલે 10 વાગ્યે થશે નવા પીએમનું એલાન
આવતીકાલે 10 વાગ્યે શ્રીલંકાના નવા પીએમની જાહેરાત કરવામાં આવશે જોકે હજુ સુધી ગોટબાયાએ રાજીનામું આપ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.