landsliding at haryana bhiwani vhicles dumped under mountain
દુર્ઘટના /
નવા વર્ષનાં પહેલા જ દિવસે બીજી ભયાનક દુર્ઘટના, અહીં પહાડ તૂટી પડવાના કારણે નીચેથી જતાં વાહનો દટાયા, બે લોકોના મોત
Team VTV02:58 PM, 01 Jan 22
| Updated: 03:16 PM, 01 Jan 22
આજે નવા વર્ષ 2022 નો પહેલો જ દિવસ છે અને એક પછી એક મોટી દુર્ઘટનાઓ બનવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ બાદ હવે હરિયાણામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી.
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની શુક્રવારે મોડી રાત્રે ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં 13 લોકોના મોત થયાં હતાં જ્યારે 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટના હજુ તો તાજી જ છે ત્યાં વળી બીજી એક દુર્ઘટના સામે આવી છે.
હરિયાણામાં ભિવાનીમાં ભૂસ્ખલન
હરીયાણાના ભિવાની વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. અહીંથી પસાર થઈ રહેલી કેટલીક ગાડીઓ પહાડના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.
મૃતદેહો કાઢવામાં આવ્યા
આ દુર્ઘટના બાદ કાટમાળ નીચેથી એક મૃતદેહ પણ કાઢવામાં આવ્યા હતા. જ્યારે નીચે દબાયેલા બીજા લોકોને બહાર કાઢવાના અને બચાવવાના પ્રયાસો શરૂ છે.
15 જેટલા વાહનો પર પડ્યો પહાડ
નવા વર્ષનાં દિવસે જ હરિયાણાનાં ભિવાનીમાં બનેલી દુર્ઘટનામાં ભૂસ્ખલનના કારણે પહાડ તૂટી પડવાથી નીચેથી જતી 15 જેટલી ગાડીઓ પર કાટમાળ પડ્યો હતો. તમામ વાહનો દટાઈ ગયા હતા બાદમાં એક મૃતદેહ પણ મળી આવ્યો હતો અને એક અંદાજ મુજબ 15 થી 20 લોકો દબાયા હોવાની માહિતી મળી હતી.
15 થી 20 લોકો દબાયા હોવાની માહિતી
તંત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર અહીં અંદાજે 15 થી 20 લોકો દબાયા હોવાની પ્રાથમિક માહિતી બાદ હાલ લોકોને બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે. હજુ ત્રણથી ચાર લોકો દબાયા હોવાની શક્યતા છે એવું મંત્રી જે. પી. દલાલે કહ્યું હતુ.