બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Landslide kills two children in Assam, 150 students trapped in school in Karnataka

તબાહી / દેશભરમાં ભારે વરસાદનાં કારણે વરવાં દ્રશ્યો, અસમમાં ભૂસ્ખલનથી બે બાળકોના મોત, કર્ણાટકમાં 150 વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા

Last Updated: 08:52 AM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિ' સુધી તમામ પૂર્વોત્તર રાજ્યો અને તેની નજીકના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે

  • દેશના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી 
  • આગામી 5 દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો ભારે વરસાદ વકી
  • આસામમાં ભૂસ્ખલનથી વધુ બે બાળકોના મોત

દેશના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી 

પૂર્વોત્તર રાજ્યોના મોટા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ગુરુવારે આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોના મોટા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પ્રદેશમાં વધુ વરસાદની આગાહી કરી છે.

આગામી 5 દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો ભારે વરસાદ વકી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વ્યાપક વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું હતું કે, "આસામ અને મેઘાલયમાં 16 થી 18 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે." હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં 19 જૂન સુધી અને ઓડિશામાં 17 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે.

આસામમાં ભૂસ્ખલનથી બે બાળકોના મોત

આસામમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગુરુવારે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ વધુ વણસી જવાને કારણે વધુ બે લોકોના મોત થયા હતા. આસામના ગોલપારા જિલ્લાના આઝાદ નગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં દિમા હસાઓ અને ઉદલગુરીમાં બે બાળકોના મોત થયા હતા અને બે લોકો ડૂબી ગયા હતા. જેના કારણે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે.

ભૂસ્ખલનના કાટમાળને કારણે રોડ જામ

ગુવાહાટીમાં, નૂનમતી વિસ્તારમાં એક દિવસના ભૂસ્ખલન બાદ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોયપુર, બોંડા કોલોની, સાઉથ સરનિયા, ગીતાનગરના અમાયાપુર અને ખરગુલી વિસ્તારના 12 માઈલ સહિતના ઘણા વિસ્તારોમાં કાટમાળના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામના ઓછામાં ઓછા 18 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. આમ 18 જિલ્લાઓમાં લગભગ 75,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ નદી કેટલીક જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 
 

શૈક્ષણિક સંસ્થાઓને શનિવાર સુધી વર્ગો મુલતવી રાખવા સૂચના

પ્રાદેશિક હવામાન કેન્દ્રે આસામ અને મેઘાલયમાં મુશળધાર વરસાદની ચેતવણી આપી છે. આસામના નીચલા જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોએ પણ શૈક્ષણિક સંસ્થાઓને શનિવાર સુધી વર્ગો મુલતવી રાખવા સૂચના આપી છે.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘાલય, આસામ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો અને નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.
 
ચોમાસું પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાનો તરફ આગળ વધે તેવી શક્યતા છે

હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું શુક્રવાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાનો અને રાજ્યના તમામ ઉત્તરીય જિલ્લાઓ તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે આ વિસ્તાર સહિત સમગ્ર ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ પ્રદેશમાં દિવસ અને રાત્રિનું તાપમાન અને ભેજનું સ્તર ઘટશે.IMDએ જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આવતા  દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે આગામી પાંચ દિવસમાં દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વારના ઉપ-હિમાલયના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. જ્યારે ઉત્તર બંગાળમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 150 વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા

ગુરુવારે મુશળધાર વરસાદને કારણે ધારવાડ જિલ્લાના એક ગામમાં એક સરકારી હાઈસ્કૂલમાં પાણી ભરાઈ જતાં ઓછામાં ઓછા 150 વિદ્યાર્થીઓ ફસાયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બપોરે 3 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘરે પાછા ફરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોતા હતા,પરંતુ વરસાદ બંધ થયો ન હતો. જેના કારણે શાળાની આસપાસ પાણી ભરાઈ ગયા હતા અને શાળા ટાપુ જેવો દેખાવા લાગી 

સંકળાયેલા મુદ્દાઓ

Assam Karnataka Landslide weather Forecast આસામ કર્ણાટક ભારે વરસાદ હવામાન વિભાગ Weather Forecast
ParthB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ